________________
અ રે રે !
છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અ૯૫ થકી ભરેલી.”
કાલે વહેલે આવીશ” એમ કહેનારને કયાં ખબર હતી કે, “કાલ કાળ લઈ આવશે.
ઉડી જશે વ રા છે.” દર વખતની જેમ અમદાવાદથી સાંજે મુંબાઈ જતી. લકઝરી બસમાં મુસાફરી શરૂ કરી ત્યાં તે અડધે રસ્તે બસને અકસ્માત થતાં ભાઈશ્રી ધનંજય આ ફાની દુનિયાને ત્યાગ કરી, અન્ય જગાએ જીવન – યાત્રા કરવા ચાલી નીકળ્યા – સંસારના બધા સંબંધો તોડીને – રડતા પરિવાર - માબાપ, પત્ની, બે બાળકોને છોડીને. ન થોભ્યા પિતાની જીવન સંગીની - બાળકો, માબાપ, ભાઈ–બહેન કે કુટુંબ પરિવારના સગાં -સંબંધી મિત્ર પરિવાર માટે.
ખરેખર, કુદરત આગળ કેઈનું પણ ડહાપણ ચાલતું નથી. માનવ બિચારો લાચાર છે તેથી શોક-કલેશ કરી. આર્તધ્યાન ન કરવું જોઈએ. સરળ, પ્રમાણિક, ન્યાયી,. ધર્મ-નિષ્ઠ જીવન પતાવી શ્રી ધનંજય કહેતા ગયાઃ
નવ કરશે કોઈ શોક, રસિકડાં, નવ કરશો કેઈ શકા” કારણ આવા મૃત્યુ વખતે ખરેખર તો “મૃત્યુ મરી ગયું રે લોલ” Death, thou shalt die.
માણસનું મરણ કેવી રીતે થાય છે તે અગત્યનું નથી પરંતુ તેનું જીવન કેવું હતું તે અગત્યનું છે. કમળ પુષ્પ સવારે ખીલી સાંજે કરમાય છે પરંતુ કેવી સુવાસ મુકતુ જાય છે, માટે તો કહે છે : કુલ ગયું, ફેરમ રહી ગઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org