SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૪ ૪૮૨, ૪૮ ૩. પિતાનાં મોટાં કળાને ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેઓ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઈચ્છાવાળાએ એવી રીતે તપ કરવું કે જેની બીજાને ખબર સુધ્ધાં ન પડે. પોતાના તપની પ્રશંસા પણ બીજા પાસે ન કરવી જોઈએ, ન કરાવવી જોઈએ. જેવી રીતે વનમાં લાગેલી પ્રચંડ આગ પાસના ગજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનમયી વાયુ અને શીલ દ્વારા પ્રજવલિત તમય અગ્નિ-એ બને મળીને સંસારના કારણભૂત કર્મ –બીજને બાળી નાખે છે. પ્રકરણ ૨૯ : યાન સૂત્ર (પાંચમું આત્યંતર તપઃ “ધ્યાન”) ૪૮૪. (૫) જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું, અને જેવી રીત વૃક્ષમાં એની જડ, મુખ્ય છે - ઉત્કૃષ્ટ છે, તેવી રીતે સાધુના તમામ ધર્મોનું મૂળ “યાન” છે. ૪૮૫. સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે, અને, ચિત્તની જે ચંચળતા છે તેનાં ત્રણ રૂપ છે: ૧. ભાવના, ૨. અનુપ્રેક્ષા, અને ૩. ચિંતા (ચિંતન). Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy