________________
ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા
| (સંક્ષિપ્ત પરિચય)
કચ્છની ધરતી ઉપર કાંડાગર નામના ગામમાં ધર્મપ્રેમી શ્રી પ્રેમજીભાઈનું કુટુંબ વસે છે. કચછની ભૂમિ ઉજડ છે; પરંતુ ત્યાં વસતા માનવીઓના હૈયા માનવતાથી ભરેલા છે. ધર્મની ભાવનાવાળા છે, માતાપિતામાં ઊંડા ધાર્મિક સંસ્કારે હેવાના કારણે પ્રેમજીભાઈને ધર્મને વારસો મળે છે. બાળપણથી જ ધર્મને રંગે રંગાયેલા છે એટલે આગમ તરફને પ્રેમ અને અભ્યાસ હોય તે સ્વાભાવિક છે.
જ્યારે માનવી ધર્મને ધર્મના સાચા સ્વરૂપમાં સમજે છે ત્યારે તેના જીવનમાં ત્યાગવૃત્તિ જાગૃત થાય છે અને મળેલા આ માનવભવને સાર્થક કરવા પ્રયત્ન કરે છે. પ્રેમજીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ચઉવહાર કરે છે અને ઘણા વર્ષથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરેલ છે.
પુણ્યશાળી જીવ હેવાના કારણે જીવન સાથી પણ ખૂબ જ સુયોગ્ય મળ્યા છે. તેમના ધર્મપત્ની પણ ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા છે એટલે પતિ-પત્ની બંને ધાર્મિક ક્રિયાઓમાં લગભગ સાથે જ રહે છે અને નાની મોટી તપશ્ચર્યાઓ સાથે કરે છે.
પ્રેમજીભાઈનું ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય હોવાના કારણે કુટુંબના વડીલ હોવા છતાં પણ સંસારના વ્યવહાર છોકરાઓને સોંપી પિતે એટલે બની શકે તેટલે સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ગાળે છે. ભગવાન મહાવીરની વાણી એટલે આપણું સૂત્ર-સિદ્ધાન્ત, બધા અર્ધમાગ્ધી ભાષ માં હોવાને કારણે ગુજરાતીમાં અનુવાદ કરી પ્રગટ કરવામાં આવે તે જિજ્ઞાસુ આત્માઓ વાંચી જીવનમાં કાંઈક મેળવી શકે, પરંતુ આ ભગીરથ પુરુષાર્થ કોણ કરે? ધર્મપ્રેમી શ્રી જેચંદભાઈ તેજાણી સાથે વિચારવિનિમય કરતાં ઘાટકોપરમાં ચાલતી શમણું વિદ્યાપીઠ તરફ નજર કરી અને તેઓ પૂજય મહાસતીજી પ્રાણકુંવરબાઈ સ્વામી, પૂ. મુક્તાબાઈ મહાસતીજી તથા પૂ. લીલમબાઈ મહાસતીજીના પરિચયમાં આવ્યા. પ્રેમજીભાઈને આવા સુંદર વિચારો જણ સાથ્થીગણને ખૂબ જ આનંદ થયે અને ત્યાં અભ્યાસ કરતા સાધ્વીજીએ તથા દીક્ષાર્થી બહેનેએ ગુજરાતીમાં અનુવાદ કરી આપશે એમ સહર્ષ સ્વીકાર્યું. સૂત્રોનું ગુજરાતીમાં પ્રકાશન કશ્યાના ખર્ચની પિતે વ્યવસ્થા કરી આપશે એમ જણાવ્યું.
વિદ્યાપીઠના અધિષ્ઠાતા પંડિતરત્ન શોભાચંદ્રજી ભારિત્વને પ્રેમજીભાઈની ભાવના ખૂબ જ ગમી અને તેની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે ગુજરાતીમાં અનુવાદ થયેલા શાસે તપાસી આપવા તેમ જ મુફ રીડીંગ કરી આપશે તેમ જણાવ્યું. સૌના સંગના ફળ રૂપે અમે અત્યાર સુધીમાં ૧) આચારંગ, ૨) સૂયગડાંગ, ૩) ઉપાસકદશાંગ, ૪) વિપાકસૂત્ર, ૫) અનુત્તરૌપપતિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org