________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દેશન
અન્ને જણા તુર્ત વન ભણી ગયા અને કેવલી ભગવાનને નમસ્કાર કર્યો. કેવલીએ દયાધર્મના ઉપદેશ આપ્યા, અને રાજાને કહ્યું-તે પૂર્વ ભવમાં અજ્ઞાનપણે મુનિને નાશ કર્યાં છે; માટે શત્રુંજય તીર્થ પ્રત્યે જા અને શત્રુંજય ગિરિરાજની આરાધના કર. (શ. મા. પૃ. ૮૨)
મહિમા
સિદ્ધિ બેઉ થાય
કાશીના મહાબાહુ રાજાને કેવલીએ વણવેલા ગિરિરાજના શત્રુંજય પર જઈ તપ આદરવાથી, ધ્યાન કરવાથી, જ્ઞાન અને છે. બાંધેલું કર્મ નાશ પામે છે. માટે ગુરુને અગ્રેસર કરી સંઘ સહિત શત્રુ જય વગેરે તીર્થીની યાત્રા કર. યાત્રા કરીને વિરતિના સ્વીકાર કરી, સાવધાન થઈ, મુનિ સહિત, તપ આદરજો. પુણ્યથી દરિદ્રતા નાશ પામે, તેમ શત્રુ ંજય તીર્થના સ્મરણથી તમારાં પાપ નાશ પામશે. તેના સ્મરણથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે. ( શ. મા. પૃ. ૮૨) આથી રાજા સંઘ અને મુનિ સહિત શત્રુંજયની યાત્રાએ ગયા. ઉત્સવ કર્યો. અંતે અનશન કરી રાજા મોક્ષે ગયા. આ રીતે ગુરુ પાસેથી ધર્મનું શ્રવણ કરીને, મહીપાલકુમાર અને વિદ્યાધર પોતાના આત્માને કૃતકૃત્ય માનતા ઊડ્યા. વિદ્યાધર સાથે કેટલેાક વખત રહી, રાજકુમાર તેની આજ્ઞા લઈ, કલ્યાણુકટક નગર તરફ ચાલ્યા અને સ્વયંવરમાં પહેાંચે. અનેક દેશના રાજાએ ત્યાં આવ્યા. મહીપાલ આમતેમ ફ્રે છે. ત્યાં પેાતાના મોટાભાઇ દેવપાલને જોયા. મહીપાલે પોતાનું રૂપ ખલ્યું, ભાઇ પાસે આવીને કહેવા લાગ્યા કે આ નગરમાં સન્ય સહિત ઘણા રાજાએ કેમ આવ્યા છે ? લોકો ઉત્સાહથી આમ તેમ કેમ દોડવ્યા કરે છે ? હું વટેમાર્ગુ છું, માટે મને તે કહેશે ? મોટા ભાઈ એ સઘળી હકીકત કહી. આવતી કાલે સ્વયંવર છે. (શ. મા. પૃ. ૮૪)
તેમાં એવુ* છે કે-આ જે અગ્નિના કુડ છે, તેમાં વચમાં એક વૃક્ષ છે. તેની શાખા અને ફળને જે ગ્રહણ કરશે તેને રાજકન્યા ગુણસુંદરી વરમાળા આરોપશે. બીજે દિવસે રાજકન્યા વરમાળા હાથમાં લઈ ને સ્વયંવર મંડપમાં આવી. હવે કાઇ રાજકુમાર અગ્નિકુંડ તરફ જવાની તાકાતવાળા થતા નથી. તેથી વિચારે છે કે હવે શુ થશે ? ત્યારે મહીપાલ પોતાના હાથ પછાડતા અગ્નિકુડે આવ્યા, અને ખેલ્યા કે વિદ્યા અને સંપત્તિવાળા તમે સાંભળે- “કોઈપણ પ્રકારના ખાટા ડાળ સિવાય વૃક્ષની શાખા, ફળ અને ગુણસુંદરીને હું લઈ જઈશ.” મહીપાળે અગ્નિકુંડ નજદીક જઈને ફળની લટકા શૂટી લઇને, ગુણસુંદરીને આપી. રાજાએ ફળ જોઈ ને શરમિંદા થઈ ગયા, નરવર્માદિ રાજાએને દ્વેષ ઉત્પન્ન થયા. ગુણસુંદરીએ વરમાળા મહીપાલના ગળામાં નાખી. તેના પિતા મહીપાલની નજીક આવ્યા. (શ. મા. પૃ. ૮૬)
(૩૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org