________________
૧૩
આચાર્ય. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજ (લેખક, સંગ્રાહક)
13 Acharya Shree Kanchansagarsuriji (Author and Collector)
આચાર્યદેવ શ્રી'ચનસાગરસૂરિજી મહારાજના જન્મ ગુજરાતના ધર્મપ્રેમી ગામ કપડવણજના શ્રીવીશાનીમા જ્ઞાતીના ખૂબજ જાણીતા પારેખ કુટુંબમાં ઈ. સ. ૧૯૧૨ માં થયેલ છે. તેઓશ્રીનુ સંસારી નામ કાન્તિભાઇ હતું. તેમના માતાનુ નામ માણેકબેન અને પિતાનું નામ સામચંદભાઈ હતું. ઈ.સ. ૧૯૩૧માં તેઓશ્રીએ દીક્ષા લીધી, અને ઈ.સ. ૧૯૬૫ માં ગણીવર્યં અને ૧૯૭૩ માં પન્યાસ પદવિ પ્રાપ્ત કરેલ. ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીહેમસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ઈ. સ. ૧૯૮૦ માં અમદાવાદ મુકામે આચાર્યં પવિ અર્પણ કરેલ છે. તેઓશ્રી પાલીતાણા અને સુરતના આગમ મમદામાં ખૂબજ રસપૂર્વક માર્ગદર્શન આપી તેના કાર્યમાં ઘણાં સમયથી ગાઢ રીતે સ’કળાયેલ છે. સર્વે પ્રત્યેની ઉદારતા, વિનમ્રતા, અતિપ્રેમ અને કરૂણા તેઓશ્રીના સંસર્ગમાં ન હેાય તેવા પણ અનુભવે છે, તે જે તેઓશ્રીના સંસર્ગમાં છે તેમનું તો પૂછવુ જ શું? આ પુસ્તકના તેઓશ્રી લેખક છે. તેઓશ્રીના જૈનધર્મ અને જૈન તીર્થા વિષેના ઉંડા જ્ઞાનનો પરિચય આપણને આ પુસ્તક દ્વારા થાય છે. (લે. પ્રમાદ.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org