________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩
આત્માને આની પાવન ભૂમિના પ્રતાપે પરિણામની ધારા વધે છે અને મોક્ષ મેળવે છે. આવા પરમ પાવન તીર્થનું સદા સ્મરણ હજો. વંદન હજો. અને પૂજન કરીને આત્મા નિર્મલ થશે. આવી આ તીર્થની સદા કાળ આરાધના કરવી. આ રીતે આ પુસ્તકમાં આ તીર્થને મહિમા બતાવવા યત્ કિંચિત્ પ્રયત્ન કર્યો છે. ભવ્ય આરાધના કરે ને મારા પરિશ્રમને સફળ કરે.
21. અમુક વર્ષો પૂર્વે સોરઠ આર્ય કે અનાર્યની ચરચા ચાલી હતી, પણ તેમાં પાયે જ બેટ હતે. ૨૩ તીર્થકરોના સમવસરણ ગિરિરાજ પર થયેલાં છે અને તેમનાથ ભગવાન ગૃહસ્થપણામાં ગિરિરાજ પર ઈન્દ્રની સાથે આવેલા છે. વળી એ આર્ય અનાર્ય દેશની શિમાં શાસ્ત્રોમાં વર્ણવી છે, તે શિમાના સાચા અર્થે સોરઠને અનાર્ય કહે તે વ્યાજબી નથી.
22. ગિરિરાજના પગથીયાનો મોટો ખર્ચ કયાંથી કાઢ? એ એક વિચારનીય પ્રશ્ન હતું, પણ રાજ્યનું વિલયીકરણ થયું ન હતું ત્યાં સુધિ પાલીતાણા દરબારને સાઠ હજાર રખેપાના ભરવાના વાઈસરોય હસ્તક નક્કિ થયા હતા. આથી આ સાધારણના ખર્ચને પહોંચી વળવા આગમ દ્વારકશ્રીએ વ્યાજમાંથી આ રકમ ભરાય તેટલા માટે અગીયાર લાખની રકમ ઉપદેશ દ્વારા શે. આ. ક.ને ભેગી કરી આપી હતી. પણ રાજ્યનું વિલયકરણ થતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈની બુદ્ધિએ એમાં ઘણે ઉંડો અભ્યાસ કરીને શ્રીમાનું મોરારજી દેસાઈની તે વખતની હકુમતમાં તે કર માફ કરાયે. આથી જે રકમ સાધારણની રહિ તેને બુદ્ધિથી ગિરિરાજના પગથીયાં કરવામાં ઉપયોગ થયે.
23. પૂર્વાચાર્યોએ તેમની બુદ્ધિબળે વિરાધના ન થાય ને આરાધના થાય તે માટે ચાતુર્માસમાં ગિરિરાજ પર ન ચઢાય એ ચેકકસ નિર્ણય કર્યો. તેને યાત્રુકે પાળતા હતા ને પાળે છે. આ અંગે શ્રીમાન સુમિત્રવિજયજીએ ચાર પુસ્તિકા બહાર પાડીને તેનું સમર્થન કર્યું છે. આગામે દ્ધારકશ્રીએ સિદ્ધચક પાક્ષીકમાં એક જગે પર તે વાતને સ્પષ્ટ કરતા હેતુઓ પૂર્વકને એક લેખ લખીને છાપ્યો છે.
(ર)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org