SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩ 4. એક પુસ્તકમાં તે શ્રીમાન એમ લખે છે કે “શ્રીગિરિરાજ પરનું જુનું સ્થાપત્ય કેમ જાળવી રાખ્યું નહિ.” આ વાતને વિચારવા બેસીએ તે–જુના સ્થાપત્યને નાશ થત અટકાવવાનો પ્રયાસ (સાચવવાનો પ્રયાસ) બ્રીટીશ ગવર્નમેન્ટના સંપૂર્ણ સ્થિર થયા પછી છે. તે પૂર્વે તેને સંઘરી રાખવાની પ્રવૃત્તિ હતી જ નહિ. એટલે તે પ્રશ્નને અવકાશ જ નથી. 5. જુના સ્થાપત્યના સંગ્રહમાં વિચાર કરવા બેસીએ તે જ્યારે જ્યારે ગિરિરાજ પર તેડફેડ જીર્ણતા થઈ ત્યારે નવું કરવાનો અવસર આવ્યું. ત્યારે તે બધાને ક્યાં સંઘરવું ને કયાં રાખવું એ બહુ મોટે વિષમ વિષય આવ્યું હશે. એટલે નવું થતું ગયું ને તૂટેલું ફૂટેલું નીચે ડબાતું ગયું. જેમાં વર્તમાનમાં ગોધરામાં હજારો ઘરો બળી ગયાં. જ્યારે તે નવાં મકાને બંધાતાં ગયાં ત્યારે જુની પુરણી નીચે ડબાતી ગઈને ઉપર નવું બાંધકામ થયું. વળી ત્યાં બે મંદિરે બાંધનાં પાયે ખોદતાં નીચે ૧૫ ફૂટે બળે પાટલો નીકળ્યો. આથી એ વાત માનવી જ પડે કે જુનું ડબાતું જાય ને ઉપર નવું બંધાતું જાય. તેમ જિર્ણોદ્ધાર થયા અને જુનું તૂટેલું નીચે દબાતું ગયું. 6. વર્તમાનમાં ગિરિરાજ પર દરવાજા વગેરે નવા કરવા માટે જુનું બાંધકામ તેડતાં જુનું તૂટેલું ફૂટેલું કેટલું નીકળ્યું. તેમાં વસ્તુપાલ તેજપાલના શિલાલેખો નીકળ્યા. તે નવા દરવાજાઓ બાંધતાં વાઘણપોળના દરવાજે અત્યારે લગાવેલા છે. તે બે શિલાલેખે આ પુસ્તકમાં શિલાલેખ સંગ્રહમાં લીધા છે. 7. આચાર્યશ્રીધનેશ્વરસૂરીશ્વરજી મ.ના રચેલા શ્રી શત્રુંજયમાહાસ્યથી પુર્વે રચેલો હાલમાં કેઈ આપણી નજરે પડતે ગ્રંથ નથી. તેઓ ગમે તે સદિના હોય પણ તેમના પુર્વે રચેલો બીજે કઈ ગ્રંથ હાલમાં દેખાતું નથી. તેમાં સત્તર ઉદ્ધારને જે સામાન્ય કમને નિદે છે, તે જ અત્યારે ગણીએ છીએ. તેમાં જોતાં સમરાશાને ઉદ્ધાર પંદરમ અને કરમાશાને ૧૬ એમ ગણતરી ગણાય છે. સં. ૧૭૭૫માં શ્રીજિનહર્ષ પ્રણિત શ્રી શત્રુંજય તીર્થયાત્રામાં પણ તે જ પ્રમાણે ઉલ્લેખ આવે છે. સં. ૧૯૮૬માં સમયસુંદરસૂરિને રચેલા શ્રી શત્રુંજયતીર્થોદ્ધાર રાસમાં પણ તે જ ક્રમ બતાવે છે. વળી સં. ૧૯૨૮માં રચેલા શ્રી નયસુંદરના શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસમાં પણ તેમજ લખાણ છે. 8. સં. ૧૮૮૪ પંડિત વીરવિજયજી કૃત નવ્વાણું પ્રકારી પુજામાં પણ આ જ * વર્તમાનની જ વાત લઈએ તે જે જે સ્થાનમાંથી અમુક વર્ષો પહેલાં પ્રતિમાજીઓ ઉત્થાપન કર્યા અને તે તે સ્થાનેને કાઢીને સાફ કર્યા, ત્યારે જે જુના લેખ હતા તે અત્યારે એક સ્થાને પડી, રહ્યા છે. તે પણ તે જ વાત સાબીત કરે છે કે જુનું ડબાય કે પડી રહે. (૨૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy