________________
શ્રીશવજય ગિરિરાજ દર્શન, ભા. ૩
આરસનું શિલ્પશાસ્ત્રના હિસાબવાળું પુરાણું આ બારશાખ છે.
ફેટે. નં. ૮૯ :– નરશી કેશવજીની કૂટના મૂળ દહેરાસરને રોપદાર સાથેના ચેકીયાળાવાળો અને કમાન સહિતને આ દેખાવ છે.
ફેટે. નં. ૯૦ –નરશી કેશવજીની ટ્રકનું શિખરસહિતનું આ આખું દહેરાસર છે. વળી તેના મંડપની બે બાજુની આછી પાતળી કેરણી આમાં દેખાય છે.
ફેટે. નં. ૯૧ – નવ ટ્રકમાં પ્રવેશ કરવાને માટે ચોકીયાળા સહિતને જે ન વિસામો બાંધ્યો છે, તે આમાં દેખાય છે. જ્યાં પેરેગીર કાયમ બેસે છે. જાત્રાળુનો વધારાને સામાન ત્યાંથી સગાળપોળે પહોંચાડાય છે.
ફેટે. નં. ૯૨ – નવટૂકના દર્શન કરીને નવટૂકની બારીએથી બહાર નીકળીએ ત્યારે જે ઉતરવાનો રસ્તો આવે, તે રસ્તો તથા હનુમાનધારા પછી સરખા પ્લોટને રસ્તો આમાં દેખાય છે.
ફેટે. નં ૯૯ – છ ગાઉની પ્રદક્ષિણા ફરવા માટે રામપળથી બહાર નીકળીએ એટલે ટેકરી ઉપર દેરી છે. તેમાં દેવકીના છ પુત્રોની ઊભી પ્રતિમા છે. તેને દેવકી ષટૂદન કહે છે. કંસે દેવકીના સાત ગર્ભોના બાળકોને માગી લીધાં હતાં. કારણ કે સાતમા ગર્ભને પુત્ર તેને મારનાર થવાનું હતું. તેથી પહેલાંના છ યે પુત્રો તેણે જીવતા મૂક્યા હતા. તે છ ભાઈઓએ ક્રમે કરી દીક્ષા લીધી. બાદ એક દિવસ દ્વારિકામાં બબ્બેની જેડીએ અનાયાસે છએ ભાઈ એ દેવકીને ત્યાં ગોચરી ગયા. ત્યારે ત્રીજી જોડીને દેવકીએ પૂછતાં જાણ્યું કે એ પુત્રો પિતાના છે અને પત્રોને થયું કે કંસના, ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતાં, ગિરિરાજ ઉપર આવી અનશન કરી મોક્ષે ગયા, તેમની આ દેરી છે. યાત્રાળુઓ અહિં આવી રમૈત્યવંદન કરી છ ગાઉની યાત્રાને-ફા. સુ. ૧૩ની યાત્રાનો આરંભ કરે છે.
ફિટો. નં૯૪ :–છ ગાઉની જાત્રામાં આગળ જતાં ઉલેખા જળ આવે છે, ત્યાં ખાડામાં દાદાનું હવણ આવે છે એમ મનાય છે. તેની પૂજ્યતા માટે અહિં દેરી બાંધેલી છે. દેરીમાં પગલાં છે. તેનાં દર્શન કરી યાત્રાળુઓ અત્યવંદન કરે છે.
કેટે. નં ૯૫ –ઉબા જળની દેરીએ ચિત્યવંદન કરતા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને આગળ ચાલતો સંઘ આમાં દેખાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org