________________
ફેટાઓને સંક્ષિપ્ત પરિચય
ફેટે. નં. ૧૪ – ગંગામાએ બંધાવેલો આ ભાથાતળાટીને વિસામો છે. જ્યાં જાત્રાળુઓ જાત્રા કરી આવી વિસામે ખાય છે. તેની જોડેના ભાથુ ખાવા માટેના રૂમમાં ભાથું અપાય છે. તેમાં જાત્રાલુ આનંદથી ભાથું વાપરે છે.
કેટ, ન, ૧૫ –આગમાદ્ધારક આચાર્યદેવશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયેલ આ શ્રીવર્ધમાન જૈન આગમમંદિર છે. તેમાં ચારે દિશામાં ચાર મંદિર અને ચાલીશ દેરીઓ છે, મધ્યમાં ચૌમુખજીનું મંદિર છે. એટલે પાંચ મેરૂ અને ચાળીશ સમવસરણ છે. દરેકમાં ચૌમુખજી છે. તેના ક્રમમાં વર્તમાન ચોવીશીના ચોવીશ ચૌમુખજી, વીશ વિહરમાન જિનના વીશ ચૌમુખજી અને શાશ્વતા જિનના એક ચૌમુખજી મળી પિસ્તાળીશ ચૌમુખજી છે. દિવાલો પર પીસ્તાલીશ આગમો અને કર્મ પ્રકૃતિ વગેરે પ્રકરણે આરસમાં કોતરાવેલા છે. બાજુમાં સિદ્ધચક ગણધર મંદિર છે. તેની બાજુમાં ગુરુમંદિર, સ્વાધ્યાય મંદિર અને નમસ્કાર મંદિર છે. પાછળની બાજુમાં શ્રમણસંઘ પુસ્તક સંગ્રહ અને આયંબિલખાતુ છે. સંસ્થાનો જબરજસ્ત વિશાળ કમ્પાઉન્ડ છે. તેમાં બંગલાની બે લાઈનો છે. આ બધું શ્રીસંઘે કરાવેલ છે.
ફેટો. નં. ૧૬ –આગમમંદિરને પૂર્વ તરફને દરવાજા નજીક શેઠ જમનાદાસ માનજીના કરાવેલા ટાવરને અને આગમમંદિરના પ્રવેશ દ્વાર ઉપરના પુંડરિકજીના મંદિરને દેખાવ આમાં શોભે છે.
ફેટે. નં. ૧૭ –જયતળાટીને ચોક કે જ્યાંથી ગિરિરાજ ઉપર ચઢવા માટે વર્તમાન સમયમાં ચઢાણ શરૂ થાય છે. ગિરિરાજનો વિશાળપૂજનીક પાષાણુ, તથા ઓટલા ઉપર અને બાજુએ દેરીઓ દેખાય છે. બાબુના દહેરાસરે જવાના પગથિયાં દેખાય છે. તેમજ ઉપર જેવત બનાના દહેરાસરની પાછળ બાબુના દહેરાસરનો આગલો દેખાવ દેખાય છે. આ જયતલાટીએ ગિરિરાજનું ચૈિત્યવંદન કરાય છે.
ફેટો. નં. ૧૮ :– જયતળાટીથી ગિરિરાજના પગથિયેથી થોડું થઢી ઉપર આવ્યા પછી જમણા હાથે સરસ્વતીનું મંદિર દેખાય છે અને પાછળ આગમમંદિરનું મુખ્ય શિખર દેખાય છે.
ફેટે. નં ૧૯ – બાબુ ધનપતસિંહની ટૂક તથા તેમાં આવેલું પાવાપુરીનું મંદિર અને ગામને ચિતાર દેખાય છે.
ફેટે. નં. ૨૦ – જેમ જેમ ઉપર ચઢીએ તેમ તેમ વિવિધ દશ્ય આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org