________________
શ્રીસમેતશિખરજી
વ્યાખ્યાનની શરૂઆત કરતાં જાહેરાત કરતાં કે સરકાર તરફના આવેલા ખબરપત્રીઓ નેંધ લેશે કે–એમ કહીને વ્યાખ્યાનમાં ત્રણે અન્યાયનું ખ્યાન શરુ થતું. આથી મુંબઈની પોલીસ ખળભળી. ગવર્નર પાસે રંટ માગ્યું, પણ ગુરુ મહારાજે જે સરકાર બંગલા કરવાને પાયા શરુ કરે તો તેના પાયામાં ચણાઈ જવાને માટે સેનાના કંદોરાવાળા સો શ્રાવકોને તૈયાર કર્યા હતા. શ્રાવકોને લાગ્યું કે વોરન્ટ આવશે, ગુરુ મહારાજને જણાવ્યું કે “કાગળ-બાગળો હોય તે ખેસવી નાંખો. વોરંટ આવે તે અમારા જામીન આપજે” ગુરુ મહારાજે જણાવ્યું કે કાગળીયા ખેસવવાનાં કાંઈ છે જ નહિ. વોરંટ આવે તો એથે લેજે, આવું એટલે પાછો આપજે. આ ખળભળાટ ગવર્નર સુધી પહો .
મુંબઈના ગવર્નરે ડાહપણ વાપરીને ડાહ્યા સમજુ શ્રાવકોને બોલાવીને કહ્યું કે ગવર્નમેન્ટ તમારુ અહિત નહિ કરે. તમારા મહારાજને સમજાવે.
બીજી બાજુએ જણાવ્યું કે પહાડ તમારે હોય તે સરકાર બંગલા બાંધી ન શકે.
આથી સમેતશિખરને પહાડ વેચાતે લે તેવું નક્કી થયું, પણ ત્યારે શે. આ. કને વહીવટ શ્રીગિરનાર અને શ્રી શત્રુંજયને જ હતો. આથી પહાડ કઈ રીતે લે તે પ્રશ્ન થયે.
ગુરૂ મહારાજે કાયદાની રુએ છે. આ. ક.ની પેઢી પર તાર કરાવ્યા કે “શ્રી સમેતશિખરજીને પહાડ ખરીદી લે” આથી પેઢીએ તે તારેના આધારે ઠરાવ કર્યો કે હિન્દુસ્તાનના સંઘે પહાડ ખરીદવા માટે તારો કરે છે તેથી તે આધારે નકકી કર્યું કે “ત્યાંના રાજા પાસેથી શ્રીસમેતશિખરને પહાડ વેચાતે લે.” એ ઠરાવ કરીને ત્યાંના રાજા સાથે વાટાઘાટો કરીને શ્રીસમેતશિખરજીનો પહાડ વેચાતી લી. પહાડની માલિકી શે. આ. ક. ની કરી. એટલે બંગલા બાંધવાના બંધ થયા, અને પહાડશે. આ. કે. નો
. ત્યારથી પહાડને વહીવટ શે. આ. ક.ને થયો. સમેતશિખર પરના દેરાસરને વહીવટ જુદે છે. આ રીતે શ્રીસમેતશિખરને પહાડ વેચાતી લેવડાવનાર શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ છે. (આ વાત આખી કોઈએ નહિ આપવાથી અત્રે અપ્રસ્તુત છતાં, શે. આ. ક. ના વહીવટ અંગે આપી છે.)
શ, ૨૮
(૨૧૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org