________________
પ્રકરણ-૧૫ મું
ચાતુર્માસ શિયાળા તથા ઉનાળાના આઠ મહિના ગિરિરાજ ઉપર યાત્રા કરવા જવાય છે. અને ચોમાસાના ચાર મહિના એટલે અસાડ સુદ પુનમથી કારતક સુદ ૧૪ સુધી ગિરિરાજ ઉપર ચઢાતું નથી. પૂર્વાચાર્યોએ ઊંડા અભ્યાસ દ્વારા ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર ન જવું તેવો નિર્ણય કરેલો છે. અને વર્તમાન કાળમાં પણ તે રીતે થાય છે. શત્રુંજયના માહાસ્યથી પણ ચોમાસામાં ગિરિરાજ ઉપર ન ચઢવું તે નિષેધ કરેલો છે. (ચાતુર્માસમાં ઉપર ન ચડવા અંગે મુનિ શ્રી સુમિત્રવિજયજીએ ૪ પુસ્તિકાઓ બહાર પાડી છે.) તેઓશ્રીએ ગોચરીના માટે જ બહાર બતાવેલી મર્યાદા પ્રમાણે જવાય તેમ જણાવીને શાસ્ત્રના આધારે તે સાબિત કર્યું કે આ પુસવાથી ગિરિરાજની યાત્રા કરવા ન જવાય. વળી પૂર્વાચાર્યોએ જે ન જવાની પ્રણાલીકા કરી છે. તે સાચી છે. કદાચ કઈ ગયું તે વ્યવહારમાં ના લેવાય. જાત્રાએ કોઈ ગયા તેથી તે વ્યવહાર ચાલુ છે તેમ ન કહેવાય. આથી ગિરિરાજની ચાતુર્માસમાં ઉપર ચઢીને યાત્રા ન થાય. જુઓ તેઓશ્રીની પુસ્તિકાઓ. એટલે ચોમાસામાં ઉપર ન જવું તે જ શ્રેષ્ઠ છે. જેઓ ચોમાસામાં ઉપર જાય છે તે તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ કરે છે.
ચોમાસામાં યાત્રાળુઓ પાલીતાણું ધર્મશાળામાં ચાતુર્માસ કરવા આવે છે. અને ચાર માસ સ્થિરતા કરે છે. અને રાજ ગિરિરાજની સ્પર્શના–ચત્યવંદનો-કાઉસ્સગ્ન-ખમાસમણાં વગેરે કરે છે. યથાશક્તિ તપ પણ કરે છે.
શેષ કાળમાં નવ્વાણું કરવા આવે કે ચોમાસામાં ચાતુર્માસ કરવા આવે. પુણ્યવાને નવ્વાણું કે ચાતુર્માસ કરનારની ભક્તિ કરવાનો લાભ લે છે. (ટેળી કરે છે) ચાતુર્માસ રહેલા તે યાત્રા કરવા જતા નથી. એટલે જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય છે ત્યાં જ જયતલાટીએ ગિરિરાજની સ્પર્શના કરે છે.
(૧૯).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org