________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ચીલણ તલાવડી : અહીં તળાવમાં પાણી કાયમ રહે છે. અહીં બેઠા, સૂતાં કે ઊભાં યાત્રાળુઓ યથા શક્તિ કાઉસ્સગ કરે છે. મહાવીર ભગવાનના સુધર્મા સ્વામીના તપસ્વી ચીલણ મુનિ ઘણું માણસ સાથે પશ્ચિમ દિશામાંથી વિમલાચલ તીર્થની યાત્રા કરવા આવતા હતા. ત્યાં દશ યોજન ચાલ્યા પછી સંઘ ખૂબ તરસ્યા થયો. એટલે સંઘે કૃપાળુ મુનિરાજને લબ્ધિને ઉપયોગ મૂકવા કહ્યું. તેથી તે મુનિમહારાજે લબ્ધિના પ્રતાપે પાણીથી ભરેલું એક મોટું જળાશય બનાવ્યું. તરસ્યા યાત્રાળુઓ એનું પાણી પી સંતેષ પામ્યા. આથી આ જળાશયનું નામ ચીલણ તલાવડી પાડયું છે.
ચીલણ તલાવડીથી ચાલતા ચાલતા યાત્રાળુઓ ભાડવા ડુંગરની ટેકરી પર જાય છે. ઉપર ચડ્યા પછી તેઓ સાંબપ્રધુમ્નની દેરીએ પહોંચે છે. સાંબપ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાને મહિમાને દિવસ છે. અહીં દેરીમાં સાંબપ્રદ્યુમ્નનાં પગલાં છે આ દેરીએ ચિત્યવંદન કરે છે. પછી ઉતરાણ શરૂ થાય છે.
આ છ ગાઉની પ્રદક્ષિણાનો રસ્તો તદ્દન કાર્યો હતો. હાલમાં એ કાંઈક ઠીક કરવામાં આવ્યો છે. વળી આ શુભ દિવસે છ ગાઉની પ્રદક્ષિણા કરનાર માટે કાચા તથા ઉકાળેલા પાણીની પરબે ઠેરઠેર રાખવામાં આવે છે. (નવ્વાણુ યાત્રા કરનાર જ્યારે જાય છે ત્યારે શે. આ. કાની પેઢી તરફથી ચોકિયાત પણ આપવામાં આવે છે. એનું કારણ આ યાત્રાની વિષમતા છે.)
અહીંથી નીચે ઊતરી જઈએ એટલે સિદ્ધવડની દેરી આવે છે, આ સ્થળને જૂની તળેટી પણ કહે છે. અહીં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે ગિરિરાજ પર અનંત સિદ્ધ મેક્ષે ગયા, તેની યાદમાં આ સ્થળ સિદ્ધવડ તરીકે પ્રસિદ્ધ થયું છે.
આ તેરસના દિવસે અહીં આતપુર નજીક પડાવ પડ્યા હોય છે. શે. આણંદજી કલ્યાણજી તથા અન્ય સંઘના પણ પડાવ પડેલા હોય છે. પડાવમાં યાત્રાળુઓની સારી રીતે સરભરા (ભક્તિ) કરવામાં આવે છે. તે દિવસે ઢેબરાં અને દહીં પીરસવામાં આવે છે. અહીંથી પાલીતાણું ગામ બે ગાઉ (ચારમાઈલ) દૂર છે. પડાવમાં વાપર્યા પછી યાત્રાળુઓ પાલીતાણા પોંચે એટલે છ ગાઉની પ્રદક્ષિણા પૂરી થયેલી કહેવાય. આ પ્રદક્ષિણમાં સરેરાશ વીસ હજાર યાત્રાળુઓ ભેગા થાય છે. એ આનંદ શબ્દ બદ્ધ કહેવાય તેવો નથી. ત્રીજી બાર ગાઉની પ્રદક્ષિણા – યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારિયા જાય.
(૧૯૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org