________________
શ્રીશત્ર‘જય ગિરિરાજ દર્શન
બીજી પ્રદક્ષિણા છ ગાઉની આ પ્રદક્ષિણા મુખ્યત્વે ફાગણ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે. નવાણુ' યાત્રા કરનાર તે ગમે ત્યારે પણ આ પ્રદક્ષિણા અચૂક કરે જ છે. આ પ્રદક્ષિણામાં દાદાનાં દર્શન કરી રામપાળ થઈ પૂર્વ દિશામાં પ્રયાણ થાય છે. ત્યાં ટેકરી પર દેવકી-ષટ્-નદનની દેરી છે. દેવકી રાણીના છ પુત્રો. દેવકીના ભાઈ જરાસ‘ધ પ્રતિ વાસુદેવને ખબર પડી કે તેને મારનાર દેવકીના સાતમા ગભ છે એટલે જરાસંઘે દેવકી પાસે સાતે ગર્ભની માંગણી કરી. જેમ જેમ બાળક જન્મતું ગયું તેમ તેમ તે બાળક જરાસંઘને સાંપાતું ગયુ. આ બાળકોએ ક્રમે કરીને નેમિનાથ ભગવત પાસે દીક્ષા લીધી. બાળકો કેાના તે તે ખાળકો નથી જાણતા,
એકવાર દ્વારકા નગરીમાં ભગવાન પધાર્યા અને તેમના સાધુએ બે-બે ની જોડીમાં ગાચરી વહારવા નીકળ્યા છે. હવે પહેલી એક જોડીએ દેવકી રાણીને ત્યાં જઈ ગાચરી વહારી. ત્યારપછી દેવકીને ત્યાં બીજુ` સંગાટક ગેાચરી વહારવા આવ્યુ. પછી ત્રીજી જોડી પણ તેને ત્યાં ગેાચરી આવી. સાધુએને પહેલાં આવેલ જોડીએ અગે કાંઈ ખખર નહતી, ત્રીજી જોડીને આહાર વહેારાવીને દેવકીએ પ્રશ્ન કર્યાં કે દ્વારકામાં તમને બીજે સ્થળે ગોચરી મળી નહીં? તેના જવાખમાં સાધુઓએ કહ્યું કે, અમે બધા છએ એક સમાન કદ અને સ્વરૂપના છીએ. આ જવાખ ઉપરથી દેવકીને પોતાના છ પુત્રો તે જ આ સાધુએ છે એવી શ`કા થઈ. દેવકી સાથે વધુ વાતચીત થતાં સાધુઓને વૈરાગ્ય વધ્યા, એટલે સાધુએ વધુ વૈરાગ્ય ભાવના સેવવા લાગ્યા. તેમણે ગિરિરાજ પર જઈ અનશન આદરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષ પ્રાપ્ત કર્યુ. આવા ઈતિહાસ આ દેરી સાથે જોડાયેલા છે, અહી ચૈત્યવંદન કરે છે.
દેવકી ષટ્નંદનની દેરીથી આગળ વધતાં ઉલખા જળની દેરી આવે છે. એ સ્થળ અંગે એવી દ'તકથા છે કે-પૂના સમયમાં દાદાનું નવણુ આ સ્થળે વહી આવતુ' અને અહીના ખાડામાં તે ભરાતું. માટે અહીં એક દારી મનાવી પગલાંની સ્થાપના કરી છે. યાત્રાળુઓ અહી... ચૈત્યવંદન કરીને આગળ વધે છે.
શ્રીઅજિતનાથ શાંતિનાથની દેરી: આગળ ચાલતાં આ દેરીએ આવે છે. એમ કહેવાય છે કે શ્રીઅજિતનાથ ભગવંત આ ગિરિ પર સમવસરેલા, જ્યારે શ્રીશાંતિનાથ ભગવંત અહીં ચાતુર્માસ રહેલા હતા. આ પ્રસગની યાદમાં અહી દેરીએ કરેલી છે. આ અને દેરીઓ સમક્ષ યાત્રાળુઓ ચૈત્યવંદન કરો તેની બાજુમાં રહેલ ચીલણુ તલાવડી પર આવે છે.
Jain Educationa International
(૧૯૦)
For Personal and Private Use Only
www.jainelibrary.org