________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
એક કુંડ અને પગલાં છે. અહીં દર્શન કરીને યાત્રાળુ ઘેટીની બારીએ આવી અંદર કેટમાં દાખલ થાય છે. દરેક પાયગાએ પાણીની પરબ હોય છે. વળી આ પાયગામાં બધાં પગથિયાં નવેસરથી બાંધવામાં આવ્યાં છે.
- શત્રુંજય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુંજી નદી છે. તેના કાંઠા પર એક દેરી છે. શેત્રુંજીમાં નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢવાનું શરૂ કરે છે. ચડતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી આગળ વધી રામપળના દરવાજે આવીને કોર્ટમાં દાખલ થવાય છે.
વર્તમાન સમયમાં શેત્રુંજી નદી પર બંધ બંધાયે હોવાથી યાત્રાળુઓને તે વાતમાં વાં ઊભું થયું છે. એટલે લગભગ તે બંધ થયા જેવું થયું છે.
પાલીતાણાથી સીધા જયતળેટી આવી ગિરિરાજના દર્શન કરીચૈત્યવંદન કરી ઉપર ચડે છે. પછી રામપળની બારીએ આવી કેટમાં દાખલ થાય છે. આ પાયગાનું વર્ણન આગળ આપવામાં આવ્યું છે.
શેત્રુંજી નદીના કાંઠાની નજીક રહીશાડા ગામ છે, ત્યાં રહીશાડા ગામની નજીક રોહીશાડાની પાયગા છે, ત્યાં ગિરિરાજની તળેટીમાં દેરી અને પગલાં છે. અહીં દર્શનચિત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચડે છે. અને રામપળની બારીએ આવે છે. અહીં પણ વચમાં એક કુંડ આવે છે.
પાલીતાણુ સ્ટેશને ઉતર્યા પછી ગામ આવે. ગામમાં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ નજરે પડે છે. ત્યાં યાત્રાળુઓ વિસામે કરે છે. એટલે ધર્મશાળામાંથી નીકળી યાત્રાળુઓ જયતળેટીથી ઉપર ચડવા માંડે છે. પછી ક્રમપૂર્વક ઉપર ચઢી દાદાનાં દર્શન કરી અને ઘેટીની પાયગાએ જવું હોય તે ત્યાં જાય છે.
ત્રણ ગાઉમાં રહીશાડાની પાયગા લે છે. આ પ્રકારને વ્યવહાર હાલમાં યાત્રાળુઓ આચરે છે.
(૧૮૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org