SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજય ગિરિરાજ દર્શન સેવન રૂપ રત્નની, ઔષધિ જાત અનેક ! તે તીર્થેશ્વર પ્રણમીએ, ન રહે પાતક એક કરાખમા સુવર્ણ સિદ્ધિ કરવા માટેની, રૂપાની સિદ્ધિ કરવા માટેની, ઔષધિઓ તેમજ અનેક પ્રકારનાં રને આ ગિરિરાજ પાર છે. આવા ગિરિરાજની આરાધના કરવાથી એક પણ પાપ રહેતું નથી. તો આવા તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ! તમે નમસ્કાર કરે ૩રા સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર ! તે તીથેશ્વર પ્રણમયે, દેવા નિર્મળ નેત્ર ૩યાખમાશે સંયમનું પાલન કરનાર સંયમી આ ગિરિ-ક્ષેત્રમાં પાવન થાય છે. = તે પાપથી રહિત થાય છે. વળી આ તીર્થ નિર્મળ નેત્રને દેનાર છે. તેથી આ શ્રી તીર્થાધિરાજને હર હમેંશ નમસ્કાર કરીએ ૩યા શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઓચ્છવ પૂજા સ્નાત્ર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પિષે પાત્ર સુપાત્ર ૩જાખમાબા શ્રાવકે આ ગિરિરાજ પર ન્યાય સંપન્ન એવા દ્રવ્ય વડે જે ઓચ્છવ, પૂજા, સ્નાત્ર વગેરે કરે છે, સુપાત્રને અને સામાન્ય પાત્રને પિષે છે, આથી તેમના આત્માને લાભ થાય છે. તેથી આપણે આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ ૩૪ સ્વામિવાત્સલ્ય પુણ્ય જિહાં, અનંતગુણ કહેવાય છે તે તીર્થેશ્વર પ્રણમીયે, સેવન ફૂલ વધાય રૂપાખમાબા જે ગિરિરાજ પર સાધર્મિકની ભક્તિ કરવાથી અનત પુણ્ય મળે છે, તેવા આ તીર્થરાજને સુવર્ણનાં ફૂલે વડે વધાવો જોઈએ. એવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ ૩પ સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ત્રિભુવન માંહે વિદિત્ત ૫૩૬ાખમાબે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ જ છે કે જેની યાત્રા અતિ સુંદર છે. કારણ કે એને જોઈને આત્મા અત્યંત હર્ષમાં આવે છે. તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે ભાવથી નમન કરો ૩૬ (૧૭૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy