________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
મનુષ્યના બાહ્ય વરી હોય કે અત્યન્તર વૈરી હોય, પણ તેને અહીં આવવાથી આ તીર્થના પ્રભાવે, શાંતિ મળે છે, અને ભવભ્રમણની અશાંતિ ટળે છે, તેથી તે પુણ્યવાને ! આ તીર્થને હંમેશાં પ્રણામ કરે. રેરા
જગ હિતકારી જિનવરા, આવ્યા એણે કામ
તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ ૨૮ખમાળા જગતના જીવનું હિત કરનારા જિનેશ્વરે પણ આ તીર્થભૂમિની પાવનતાથી આની ઉપર પધાર્યા હતાં, એ આને શ્રેષ્ઠ મહિમા છે, આવા આ તીર્થંવરને હે ભવ્યાત્માઓ ! તમે પૂર્ણ ભાવથી નમસ્કાર કરે. ૨૮
નદી શેત્રુજી સ્નાનથી, મિથ્થા મળ છેવાય !
તે તીથેશ્વર પ્રણમીએ, સવિજનને સુખદાય લાખમા જેને સ્પર્શીને વહેતી શત્રુંજય નદીનું પાણી એવું પવિત્ર છે કે ભવ્યના મિથ્યાત્વ મેલને ધોઈ નાખે છે, અને જેનું પાણી સર્વ જીવોને સુખ આપનાર થાય છે. એવા આ તીર્થરાજને હે ભવ્ય ! તમે નમસ્કાર કરે. ૨લા
આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક | તે તીર્થેશ્વર પ્રણમીયે, જિહાં નહિ આવે કાક ૩નાખમાળા
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મો જે છે તે આ ગિરિ ઉપર તીવ્ર ફળને દેતા નથી, કારણ કે તે આ ગિરિને પ્રભાવ છે, આ ગિરિ ઉપર કાગડા જેવા જ હોય છે તે આવતા નથી. તેથી તે ભાગ્યશાળી ! આ ગિરિરાજને નમસ્કાર કરો ૩
સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા કેવળજ્ઞાન ૩૧લાખમાળે
શ્રીસિદ્ધાચલ તપેલા સુવર્ણના જેવી દેદીપ્યમાન છે. અને ત્યાં સ્ફટિક રત્નની ખાણ પણ છે. એવો તે હોવાને લીધે તેની આરાધનાથી ભવ્ય કેવળજ્ઞાનને પામ્યા છે, તે ચાલો આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ એકલા
શ, ૨૨
(૧૬૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org