________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
કલયાણને કરે છે. તેથી તેની રજને મસ્તકે ચઢાવે છે. આથી આ ગિરિનું ૧૭મું સુભદ્રગિરિ એવું પણ નામ છે. (ખમા૦૧૭).
વિદ્યાધર સુર અસર, નદી શત્રુંજી વિલાસ |
કરતા હરતા પાપને, ભજીએ ભવિ કલાસ ૩૨ાસિદ્ધા૦૧૮ આ શત્રુંજય ગિરિરાજના પાણીને વહન કરનારી શેત્રુંજી નદી ત્યાં આવેલી છે. તેનું ગિરિરાજના પ્રભાવે પાણી પણ પ્રાણીઓના પાપનો નાશ કરનાર છે. આથી વિદ્યાધર, દેવતાઓ, અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની આશાએ આ નદીમાં વિલાસ કરે છે. તેવી આ ગિરિરાજની આ નદી હોવાથી આ ગિરિને કૈલાસ એવા નામથી સંબંધે છે. (ખમા૦૧૮) છે
બીજા નિરવાણી પ્રભુ, ગઈ ચાવીસી મઝાર .. તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર ૩૩ પ્રભુ વચને અણુસણ કરી, મુક્તિ પુરીમાં વાસ |
નામે કદાબગિરિ નમે, તો હોય લીલ વિલાસ ૩૪ાસિદ્ધા૦૧૯ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દરેક કાળે ચોવીસ તીર્થક થાય. તેમાં ભૂતકાળની ચોવીસીમાંના, બીજા નિરવાણી નામના તીર્થકર ભગવાનના કદંબ ગણધર, પ્રભુને પોતાના આત્માની આરાધના અને મુક્તિ માટે પૂછે છે, ત્યારે પ્રભુ તેમને આ ગિરિરાજની આરાધના કરવાનું બતાવે છે. તેઓ આ ગિરિરાજ પર આવીને આહાર પણ ત્યાગ કરવા રૂપ અણસણ અંગીકાર કરે છે, અને સર્વકર્મોને ક્ષય કરીને મુક્તિ પુરીમાં જાય છે. તેથી તેમના નામ પરથી તે સ્થાન=ને શિખર કદંબગિરિ નામથી પ્રસિદ્ધ થયું. આથી તે રીતે જે આરાધના કરીએ તે બાહા પણ લીલવિલાસને મેળવીએ અને અત્યં. તર પણ લીલવિલાસ–મોક્ષ મેળવીએ. (ખમા૦૧૯)
પાતાલે જસ મૂળ છે, ઉજજ્વલ ગિરિનું સાર |
ત્રિકરણ યોગે વંદતાં, અલ્પ હોય સંસાર રૂપા સિદ્ધા૨વા આ ગિરિરાજનું મૂળ પાતાળમાં છે. એટલે ઘણે નીચે સુધી ઊંડું ગયેલું છે. આને મન, વચન અને કાયાના સુગથી-શુભ ભાવથી વંદન કરીએ તો સંસાર અલ્પ થાય. આથી આ ગિરિનું ઉ લગિરિ એવું નામ છે. (ખમા૦૨૦)
(૧૬૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org