________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
સાકરવસહી આગળ ચાલતાં દરવાજે આવે. તે સાકરવસહીને દરવાજો. આ ટ્રક અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે સં. ૧૮૯૯માં બંધાવી છે. તેથી તેનું નામ સાકરવસહી પડ્યું છે. આમાં ત્રણ દેરાસર અને એકવીસ દેરીએ આવેલ છે. મૂળ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. તે મૂળ નાયક ભગવાન પંચધાતુના છે. બીજુ દેરાસર ચંદ્રપ્રભુનું છે. તે શેઠ લલ્લુભાઈ જમનાદાસે સં. ૧૮૯૩માં બંધાવ્યું છે. ત્રીજું દેરું પદ્મપ્રભુનું છે. તે શેઠ મગનલાલ કરમચંદે બંધાવ્યું છે. આ ટ્રકમાં ૧૪૯ પ્રતિમાજી છે.
શ્રી નંદીશ્વર દ્વીપ યાને ઉજમફઈની ટૂંક અમદાવાદના પ્રખ્યાત નગરશેઠ પ્રેમાભાઈના ફઈ ઉજમબાઈ હતા, તેમણે આ ટ્રક બંધાવી એટલે ઉજમફઈને નામથી ટ્રક બેલાય છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં આઠમે નંદીશ્વર દ્વીપ છે. જેમાં ચારે દિશામાં તેર તેર ડુંગરે થઈને બાવન ડુંગરો છે. તેની ઉપર ચૌમુખજી પધરાવ્યા છે. આથી અહિં મધ્યમાં જમ્બુદ્વીપ આવ્યા. તેની મધ્યમાં મેરુ આવ્યો. આથી મધ્યમાં મેરુનો ડુંગર બનાવી તેની ઉપર પ્રભુજી પધરાવ્યા છે. આથી આ મંદિર શ્રીનંદીશ્વરદ્વીપનું કહેવાય છે, આની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩માં થઈ છે. મંદિરની બધી બાજુએ મનહર કોતરણીવાળી જાળી પાષાણની છે. આ ટ્રકને ફરતે કોટ છે. તેમાં શ્રીકુંથુનાથ ભગવાનનું અને શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. કુંથુનાથ ભગવાનનું દેરાસર ડાહ્યાભાઈ શેઠે બંધાવ્યું છે. શાંતિનાથ ભગવાનનું દેરાસર પરસનબાઈએ બંધાવ્યું છે. આ ટ્રકમાં ર૭૪ પ્રતિમાજી મહારાજ છે.
હેમાવસહી શ્રીનંદીશ્વરના દહેરાસરથી ઉપર ચઢીએ એટલે શરૂઆતમાં એક નાનો કુંડ આવે છે. તેની જોડે હેમાભાઈ શેઠની ટૂક આવે છે. અમદાવાદને શાંતિદાસ શેઠના પૌત્રના પૌત્ર નગરશેઠ હેમાભાઈએ સં. ૧૮૮૨માં આ ટૂક બંધાવી છે. અને તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬માં થઈ છે. આમાં બધાં મળીને ચાર દેરાસર છે. ૪૩ દેરીઓ છે. મૂળ મંદિરમાં શ્રી અજિતનાથ ભગવાન છે. આ દહેરાસર શેઠ હેમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યું છે. સામે શ્રીપુંડરીકસ્વામીનું દેરાસર છે. એક ચૌમુખજી ભગવાનનું દેરુ છે, તે સાકરચંદ પ્રેમચંદે બંધાવ્યું છે, તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૮માં થઈ છે. બીજું ચૌમુખજીનું મંદિર શેઠ હેમાભાઈએ બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬માં થઈ છે. આ ટ્રકમાં ૩૨૩ પ્રતિમાજીઓ છે. આ ટ્રકમાં મૂળ મંદિર ઉપર મેટો શિલાલેખ છે. તેની બારીમાંથી નીકળતાં મોટે કુંડ આવે છે. એ કુંડની ઉપર ખોડિયાર માતાનું સ્થાનક
(૧૪૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org