________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન તે પછી સં. ૧૮૬૦માં ઝવેરભાઈ નાનજીએ બંધાવેલું શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. વળી તેજ સાલમાં અમદાવાદના શેઠ નાનચંદ માણેકચંદ માણેકવાળાનું બંધાવેલું ધર્મનાથ ભગવાનનું મંદિર છે. ત્યારબાદ મોરબીવાળા પીતાંબરદાસ પદમશીનું સં. ૧૯૧૩ માં બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર છે. આ બધા અઢારમા ઓગણીસમાં શતકમાં બંધાયેલા કહેવાય છે. તેને ૧લ્મી કે ૨૦મી સદીના પણ કહેવાય છે. વળી ખૂણે ખાંચરે જ્યાં જ્યાં જગા મળી ત્યાં ત્યાં નાની નાની દેરીઓ પણ છે.
તે પછી સં. ૧૬પમાં જામનગરના રાયસી શાહે કરાવેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાન નનું શિલ્પવિભૂષિત મંદિર છે.
ઈશાન બાજુએ જોધપુરવાળા મામલજી જયમલ્લજીએ સં. ૧૬૮૬માં કરાવેલું મોટું ચતુર્મુખ મંદિર છે. આ મંદિરને ચારદિશાએ મંડપ છે, તે મંડપના બધાએ થાંભલાને ગણતાં સે થાંભલા છે, આથી આ શતર્થંભીયું મંદિર કહેવાય છે. તેના થાંભલાઓ પર ગભારાની નજીકમાં સુંદર તેરણ છે. આપણી ભાષામાં તે કમાને છે, દક્ષિણદિશાના મંડપની છતમાં થે ડુંક સુઘડ કતરકામ પણ છે. શિખર પણ શિલ્પના આધારે સુંદર કેરણીવાળું છે. વાઘણપોળના બધાએ મંદિરમાં સૌથી ઊંચું શિખર આ મંદિરનું છે.
તેની નજીકમાં સં. ૧૯૭૫માં અમદાવાદના શેઠનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. તેમજ રીખવદાસ વેલજીનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે.
ત્યારબાદ કપડવંજના શેઠાણી માણેકબાઈ એ કરાવેલું કષભદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ઘણાએ પ્રતિમાજીઓ બિરાજમાન કરેલાં છે. આ બધા મંદિરના સમૂહ પાછળ સત્તરમા શતકમાં થયેલ દિગંબરનું મંદિર છે.
શ્રીધનેશ્વરસૂરિજી શતર્થંભીયા મંદિરના નીચેના ભાગમાં શ્રી શત્રુંજયમાહાસ્યના રચયિતા શ્રીધનેશ્વરસૂરિજીની આરસની વિશાળ મૂર્તિ દેરીમાં બિરાજમાન છે.
વાઘણપોળની ડાબી-જમણી બાજુના મંદિરમાં કઈ શરતચૂકથી નોંધવા રહી પણ ગયાં હોય.
પાળીઓ અને લીબડ
વીર વિકમશી પાલીતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિમાં વિકમશી નામનો માણસ હતે. તે ભાઈ-ભાભી ભેગે રહેતા હતે.
(૧૦૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org