________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
૩, થાવાપુત્ર
દ્વારકા નગરીમાં થાવરચા નામની સાર્થવાહી હતી. તેના નામ પરથી તેના પુત્રનું નામ થાવરચાસુત એવું રુઢ થયું હતું. તે બત્રીસ કન્યાને પરણ્યો હતોશ્રીનેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર પુરુષ સાથે દીક્ષા અંગીકાર કરી. તેમણે શૈલક નગરના રાજા શૈલકને પ્રતિબોધી શ્રાવક બનાવ્યો. ત્યારબાદ શુકપરિવ્રાજકને પ્રતિબંધ કર્યો, તેણે પિતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. થાવાપુત્ર પિતાને અંતકાળ નજીક આવતાં શ્રી શત્રુંજય ગિરિરાજ પર એક મહિનાનું અનશન કર્યું. અંતે કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા.
૪. શુકપરિવ્રાજક
થાવગ્ના પુત્રના ઉપદેશથી, સંયમ અંગીકાર કર્યું હતું. કેમે આચાર્ય થયા. વિહાર કરતા કરતા પિતાના શિષ્ય પરિવાર સાથે શૈલકનગરીએ પધાર્યા. ત્યાં પાંચ મંત્રી સાથે શૈલક રાજાને દીક્ષા આપી. અને કમે તે શૈલકાચાર્ય થયા. શુકપરિવ્રાજક લાંબા કાળ સંયમ પાળી, એકહજાર મુનિઓ સાથે કેવળજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિરાજ પર મેક્ષે ગયા.
પ. શૈલકાચાય
આચાર્ય થયા પછી તેઓ કૌલકાચાર્ય નામથી બોલાવા લાગ્યા. શરીરમાં રે ઉત્પન્ન થયા. આથી પિતાના પુત્ર મટુક રાજાએ ચિકિત્સા માટે કહ્યું. તેમને પિતાના નગરમાં લાવ્યા. ઉપચાર કરતાં નીરોગી થયા. રસાસક્તિથી શિથિલ થયા. ત્યારે પંથકમુનિ ગુરુમહારાજની ભાવથી સેવા કરવા લાગ્યા. માસી ખામણાં ખામતાં પંથકમુનિએ ગુરુમહારાજના પગને સ્પર્શ કર્યો. નિદ્રામાં ખલેલ પડતાં જાગી ગયા. શિષ્ય પિતાના અપરાધની માફી માગી અને જણાવ્યું કે માસી ખામણું ખામતો હતે. આ સાંભળીને આચાર્યને પિતાને પ્રમાદ યાદ આવ્યું. અને વૈરાગ્ય જળહળે. આરાધના કરવા લાગેલા, કર્મને ખપાવવા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. પાંચસે શિષ્ય સાથે એક મહિનાનું અનશન કરી કેવળજ્ઞાન પામી, મેક્ષે ગયા.
ભૂખણદાસના કુંડ પાસે ચાતરો છે તેમાં દેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી એક દેરીમાં સુકેશલમુનિનાં પગલાં છે.
(૧૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org