________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અને દેવીને કહ્યું કે “આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે, તેને દૂર કરશે જેથી યાત્રાળુઓ સુખે યાત્રા કરી શકે.” દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેને પરાભવ કર્યો. ચાવત્ મૃત્યુની અવસ્થા સુધી પહોંચાડશે. ત્યારે રાક્ષસે દેવીના પગમાં પડીને વિનંતી કરી કે મારી એક પ્રાર્થના સ્વીકારે. આજથી તમે મારા નામથી ઓળખાવ અને તીર્થક્ષેત્રમાં મારા નામની સ્થાપના થાય એવું કરે. હવે હું કદીએ કેઈને પીડા નહિ કરૂ. તેની વિનંતી દેવીએ માન્ય રાખી. રાક્ષસ અદશ્ય થઈ ગયા. પિતાના કરેલાં પાપને બદલે તે ભેગવવા લાગ્યા. અંબિકાદેવીએ ભક્તોને જણાવ્યું કે મને હિંગલાદેવીના નામથી ઓળખજે. (એમ કહેવાય છે કે આ બનાવ કરાંચી નજીકના ડુંગરોમાં, હિંગલાજનું સ્થાન છે, ત્યાં બન્યો હતે.) અંબિકાદેવીને સૌરાષ્ટ્રમાં અધિષ્ઠાત્રી દેવી માને છે. તે શ્રીસિદ્ધાચલ પર એક આ ટેકરી પર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યાં છે, તે ટેકરી ‘હિંગલાજના હડા” તરીકે પ્રસિદ્ધ છે.
તે હડો ચઢીએ એટલે સુંદર વિસામે આવે છે. ત્યાં બધા યાત્રિકે વિસામો લે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે. આગળ વચમાં દેરી છે, તે દેરીમાં સં. ૧૮૩૫ માં પ્રતિષ્ઠિત શ્રી કલિકુંડ પાર્શ્વનાથના પગલાં છે. પૂર્વે અહીંયાં તેને માનમેડી અને માનમેડીએ નામથી હડા બોલાતા હતા. ના રસ્તે થતાં અહીથી જૂન ને બને રસ્તા જુદા પડે છે, જૂના રસ્તે જતાં ડું ચઢયા પછી સમવસરણના આકારની દેરીમાં મહાવીર ભગવાનના પગલાં છે. આગળ ચાલતાં ન જૂને રસ્તે ભેગો થઈ જાય છે.
ત્યાં ચેકની વચમાં શ્રી ઋષભ-ચંદ્રાનન-વારીષેણ ને વધમાન એમ શાશ્વતા ચાર જિનના પગલાં કમલના આકારે છે.
છાલાકુંડ અહીં વિસામે છે અને કુંડ છે. અને શેઠ અમરચંદ મોતીચંદ તરફથી પાણીની પરબ પણ છે. ઝાડ નીચે એક સાર્વજનિક પરબ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ તરફથી બેસે છે. છાલાકુંડ સં. ૧૮૭૦ માં બંધાય છે.
નવા રસ્તે ચાલતાં થોડું ચાલતાં શ્રીપુજની દેરીના નામે ઓળખાતો કિલ્લેબંધીવાળ એક ભાગ આવે છે. એમ કહેવાય છે કે-તપાગચ્છને શ્રીદેવેન્દ્રસૂરિજી નામના શ્રી પુજે આ બંધાવરાવી છે. તેમાં ૧૪ દેરીઓમાં શ્રીપુજના પગલાં છે અને ચાર દેરીઓ ખાલી છે. વચમાં એક માટી દેરી છે, તે મંડપ સહિતની છે, અને મોટી છે. તેમાં ૧૭ ઈચની સાતફણા સહિતની પદ્માવતી દેવીની મૂર્તિ છે. તેના મસ્તકથી ઉપરના ભાગમાં પાંચફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. તે બધુ સળંગ જ આરસમાંથી કરેલું
(૧૦૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org