________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
ગિરિરાજ પર ચઢવા માટે જયતલાટીથી પગથિઓવાળે રસ્તે છે. પૂર્વે કાચા પગથિયાં હતાં, હવે જયતલાટીના આખા રસ્તા પર ને ઘેટીની પાયગાના આખા રસ્તા પર પગથિયાં પાકાં થયાં છે, જયતલાટીથી ચઢતાં રામપળ સુધીના ૩૭૪૫ લગભગ પગથિયાં છે. ગિરિરાજને આખો રસ્તો સવાબે માઈલન છે. ગિરિરાજ પર વિસામે વિસામે છે. આ. ક. તરફથી ચકી રહે છે. ચઢવાનું ચાલુ કરીએ એટલે પહેલો વિસામે આવે છે. પછી બીજે વિસામો આવે છે. ત્યાં પેળી પર આવે છે. તે ધોરાજીવાળા અમુલખ ખીમજીના નામની છે. તેની સામી બાજુએ દેરીમાં ભરત ચક્રવર્તિનાં પગલાં છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૫માં થઈ છે. સિદ્ધગિરિરાજને પહેલો ઉદ્ધાર કરાવનાર ભરત મહારાજા છે. તેઓ અરિસા ભવનમાં કેવળજ્ઞાન પામ્યા, અને પછી મિક્ષે ગયા.
પહેલે કુંડ પછી સરખી જમીન આવે છે. ત્યાં પહેલો કુંડ-ઈરછાકુંડ છે. તેને નવ કુંડ પણ કહે ને. તે ૧૯૮૧માં સુરતના શેઠ ઈચ્છાચંદે બંધાવેલો છે. ત્યાં વિસામે છે, પરબ પણ છે.
ત્યાંથી ચઢવાની શરૂઆત થતાં શેડા પગથિયાં ચઢતાં, શ્રીનેમિનાથ ભગવાન,શ્રી આદીશ્વર ભગવાન અને વરદત્તગણધરનાં પગલાં આવે છે, તે નેમિનાથ ભગવાનનાં પ્રથમ ગણધર હતા. તે ગણધરે આ તીર્થને સુંદર મહિમા વર્ણવ્યો હતે. આગળ ચાલતા લીલી પરબ આવે છે. આ પરબ ડાહ્યાભાઈ દેવસી કચ્છીના નામથી થઈ છે, ત્યાં દેરી પણ છે. પછી ત્રીજો વિસામો આવે છે. તેની બાજુમાં ઊંચા ઓટલા પર દેરીમાં શ્રી આદિનાથ ભગવાનના પગલાં છે, વિસામે છે. ત્યાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરબ છે. બાજુમાં કુમારપાળ રાજાને બંધાવેલ બીજે કુમારકુંડ છે.
હિંગલાજને હડ ત્યાંથી ચાલતાં હિંગરાજના હડાની શરૂઆત થાય છે, તેને ચઢાવ જરાક છાતી સામે અને કઠિન છે. એવી એક કહેવત છે કે, “આ હિંગલાજનો હડે, કેડે હાથ દઈ ચઢે, કુટ પાપને ઘડો, બાંધે પુણ્યને પડે છે” હિંગલાજનો હડી ચઢતાં હિંગલાજ માતાની દેરી આવે છે.
હિંગલાજ માતા દંતકથા એવી છે કે-હિંગલાજની મૂર્તિ સ્વરૂપે અંબિકાદેવી છે. કારણ કે-એક વખત હિંગુલ નામને રાક્ષસ, સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતે હતો. આથી કઈ સંતપુરુષે ધ્યાન અને તપના પ્રભાવે, અંબિકાદેવીને બોલાવી,
(૧૦૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org