________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
દીવાલોએ પીસ્તાલીશ આગમ અને કર્મ પ્રકૃતિ વગેરે શાસ્ત્રો આરસની ૩૬૦ શિલામાં કોતરાવી ચઢેલાં છે. તેના કમ્પાઉન્ડમાં શ્રીસિદ્ધચક્રગણુધરમંદિર, ગુરુ મંદિર, સ્વાધ્યાય મંદિર, નમસ્કારક મંદિર, બંગલાઓ, ઉપાશ્રય, આયંબીલખાતુ, શ્રમણપુસ્તક સંગ્રહ આવેલાં છે. આનું આખુયે કમ્પાઉન્ડ બાંધેલું છે. વળી અહિં ટાવર પણ છે.
આગમ મંદિરના સામે છે. આ. કે. એ સંગ્રહસ્થાન માટે એક સુંદર મકાન બાંધ્યું છે. ત્યાંથી પગથિયાં ચઢતાં જમણી બાજુમાં ઓટલા ઉપર એક નાની દેરી છે, ત્યાં ચાતુર્માસ કરનાર ૯૯ પ્રદશિણા કરે છે. પછી પગથીયાં ચઢીએ એટલે “જયતલાટી” આવે છે.
જય તલાટી ત્યાં જયતલાટીને ખુલ્લો એટલે છે, તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ સહિત હેમાભાઈ વખતચંદે આરસની દેરીપૂર્વક મંડપ બાંધ્યો છે, ડાબી બાજુએ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે આરસની દેરીપૂર્વક મંડપ બાંધ્યો છે. જયતલાટીમાં વચમાં ગિરિરાજની સ્પર્શના માટે વિશાળ શિલા છે. તેની પૂજા થાય છે, તેની ઉપર, એટલા ઉપર ઘણી દેરીઓ હતી તે બધી જૂની થવાથી નવી શોભાયમાન દેરીઓ કરી છે, અને તેની સં. ૨૦૩૪ માં પુનઃ પ્રતિષ્ઠા કરી છે.
પ્રથમ ચૈત્યવંદન અત્રે ગિરિરાજની પૂજ્યતાદર્શક ચિત્યવંદન કરે છે. તે ચિત્યવંદન આદિ આ પ્રકારે છેઃ
શ્રીશવજય ગિરિરાજ ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે છે ૧ | અનંત સિદ્ધને એહ ઠામ, સકલતીર્થને રાય; પૂર્વ નવાણું ગષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય છે ૨ છે સૂરજકુંડ સહામણે, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણે, જિનવર કરું પ્રણામ. | ૩ |
સ્તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારા, એ ગિરિવરને મહિમા મોટે, કહેતા ન આવે પારા; રાયણખ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે, ધન્ય છે ૧ છે
(૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org