________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
આગળ ચાલતાં નંદા ભુવનમાં મંદિર આવે છે. તે પછી જન સેસાયટીમાં કાચના નકશીકામવાળું દેરાસર આવે છે. તેની પછી રસ્તા ઉપર શ્રીકેશરિયાજીનું મંદિર આવેલું છે.
શ્રીકેસરિયાજી મંદિર આ મંદિર સડક ઉપર જ છે. તે આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયું છે. ભેંયરું અને બે માળ છે. ઘણું પ્રતિમાજી મહારાજ બિરાજમાન છે. ગણધરભગવંત વગેરે સ્થવિરની પ્રતિમાઓ પણ છે. તેની પહેલી પ્રતિષ્ઠા સં. ૨૦૨૬ માં થઈ હતી. મંદિરની બહાર બે હાથીઓ છે.
આ મંદિર પછી નાળું આવે છે. (ગામથી તલાટી સુધીમાં અનેક ધર્મશાળાઓ છે. કેટલીક ધર્મશાળાઓમાં આધુનિક સગવડ પણ છે.)
ત્યારબાદ “ભાથા તલાટી આવે છે. પહેલાં જુનું મકાન હતું, હાલમાં નવી પદ્ધતિએ નવું મકાન ભાથું વાપરવા માટે બંધાવ્યું છે. યાત્રિકે અંદર ભાથું વાપરે છે. આગળ ગંગામાને બંધાવેલો ભાથાતલાટીનો મંડપ છે. તેની પશ્ચિમમાં એક બાજુએ અંદર ત્રણ ઓરડા છે, ત્યાં સાધુસાધ્વી ભાથું વાપરી શકે છે.
સતીવાવ ભાથા તલાટીના મંડપની આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સૂરદાસના પુત્ર લક્ષમીદાસે સં. ૧૬પ૭માં યાત્રાળુઓને પાણીની સગવડ પડે તે માટે બંધાવી છે. તેના ચોકીઆરામાં મોતીશા શેઠ તરફથી પરબ ચાલે છે.
આગળ ચાલતાં એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે, તેમાં શ્રીગેડીપાર્શ્વનાથનાં પગલાં છે.
શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર જયતલાટીએ જતાં જમણી બાજુએ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિર આવે છે. તેમાં પાંચ મેરુ, ચાલીસ સમવસરણ છે. તે બધાની ઉપર ચૌમુખજી એટલે ૧૮૦ પ્રતિમાજી છે.
આ શ્રીવર્ધમાન જૈન આગમ-મંદિર ધ્યાનરથ વર્ગગત આગમેદારશ્રીના ઉપદેશથી ભાવિક શ્રાવકોએ બંધાવ્યું છે. મધ્યનું મુખ્ય મંદિર દેવરાજ શેઠના પૌત્રોએ બંધાવ્યું છે. ભગવતીજી પોપટલાલ શેઠે ધારાવ્યું બાકી બધું તે ભાગ્યશાળીઓના નિયત નકરાએ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાએ બંધાવ્યું છે. ડાહ્યા ગણાતા અને અણસમજદાર માણસે પોતે ભૂલ કરીને આગમમંદિરને સંધવી પોપટલાલ ધારશીએ બંધાવ્યું લખે છે તે તેમની ખરેખર ભૂલ જ છે.
(૧૦૩).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org