________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તે વખતે પાંચમા દેવલોકના ઈન્દ્ર બ્રહમેન્દ્ર પ્રભુના પ્રાસાદે જીર્ણ થયેલા જોઈ દિવ્ય શક્તિથી નવા પ્રાસાદે કરાવી પાંચમે ઉદ્ધાર કરાવ્યું.
ઉદ્ધાર છકો-ચમરેન્દ્રને - બ્રહ્મક્ટ કરેલા ઉદ્ધાર પછી લાખ કોટી સાગરોપમ જેટલો કાળ વ્યતીત થયે ત્યારે અમરેન્દ્ર આદિ ભવનપતિ દેવલેકના ઈન્દ્રો નંદીશ્વરીપે ગયા હતા, ત્યાં બે વિદ્યાધર મુનિરાજે પાસે શ્રીસિદ્ધગિરિને મહિમા સાંભળતાં મુનિરાજોની સાથે શ્રીગિરિરાજની ઉપર યાત્રાએ આવ્યા, ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદો જીણું થઈ ગયેલા જોતાં નવા પ્રાસાદ બનાવરાવ્યા. પછી દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. અહીં એક વાત ખાસ સમજી લેવી રહી કે “વસ્તુને સ્વભાવ જીર્ણ થવાનો છે, દેવશક્તિથી બનેલી વસ્તુ કદાચ અધિક સમય ટકી શકે. તો પણ તે જીર્ણ તે થાય છે કારણ કે તે દારિક છે.
ઉદ્ધાર સાતમે–સગચકવતીને શ્રી અજિતનાથ ભગવાનના વખતમાં બીજા ચક્રવતી સગર નામે થયા. સગર ચક્રવર્તી ભરતક્ષેત્રના છ ખંડની સાહાબી અખંડ રીતે ભોગવતા હતા.
એક વાર શ્રી અજિતનાથ ભગવાનના મુખે શ્રી શત્રુંજયગિરિરાજનું માહાભ્ય સાંભળ્યું અને તેમના ઉપદેશથી શ્રી શત્રુંજયની યાત્રાનો માટે સંઘ કાઢો.
ચક રત્નના બતાવેલા માર્ગે સંઘ આગળ ને આગળ પ્રયાણ કરે છે. સંઘ માર્ગમાં દરેક ગામમાં શ્રીજિનેશ્વર દેવની પૂજા, મુનિજનોને વંદના, સાધર્મિક ભક્તિ, દાન વગેરે કાર્યો કરતાં શ્રી સિદ્ધાચલજી પાસે આવી પહોંચ્યો. ચકીએ ત્યાં સારી રીતે તીર્થ દર્શન નિમિત્તે અઠ્ઠાઈમહોત્સવ કર્યો. સિદ્ધગિરિજી આવી પહોચ્યા. ત્યાં ચૌદ નદીઓમાંથી તીર્થજળ મેળવી સગર ચકવતી વગેરે શ્રીગિરિરાજ ઉપર ચઢી રાયણવૃક્ષ પાસે આવ્યા. ત્યાં ઈન્દ્ર પણ ભક્તિથી આવ્યા હતા. ચકવતી અને ઈન્દ્ર બંને પરસ્પર મળ્યા. ભરત મહારાજાની જેમ તીર્થમાં નાત્ર પૂજાદિ મહેન્સ ર્યા.
- ઈન્દ્ર સગર ચકવતીને કહ્યું કે આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરત મહારાજાના પુણ્યને વધારનારું આ કર્તવ્ય જુએ. ભવિષ્યના કાળમાં મલિન હૃદયવાળા લોકે મણિ, રત્ન, રૂપ અને સુવર્ણના લોભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાચ આશાતના કરશે, માટે ઈન્દ્રની જેમ તમે પણ આ પ્રાસાદની કંઈક રક્ષા કરે.”
(૬૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org