________________
શ્રીશત્રુજ્ય મહાતીર્થના ઉદ્ધારે
ઉદ્ધાર ચેાથે-મહેન્દ્ર ઈન્દ્રને શ્રીઈશાનેન્દ્રના ઉદ્ધાર કર્યા બાદ એક કોડ સાગરોપમ જેટલો કાળ ગયા પછી એક વાર ઘણા દેવતાઓ શ્રીસિદ્ધગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા. તે વખતે હસ્તિસેન નગરમાં કોડ દેવીઓના પરિવારવાળી, મહાબળવાળી મિથ્યાષ્ટિ સુહરિતની નામની દેવી ઊભી હતી, તે દેવીએ તાલધ્વજ (તળાજા) વગેરે ક્ષેત્રપાલને પિતાને વશ કરી બધું તીર્થ અવ્યવસ્થિત કરી નાખ્યું હતું.
જ્યારે આ દેવ શ્રી શત્રુંજય તીર્થની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ઘણા શત્રુંજય બનાવ્યા. આ જોઈ દે વિચારમાં પડી ગયા અને આશ્ચર્ય પામ્યા. બધા શત્રુંજયે ઉપર યાત્રા ભક્તિ અઠ્ઠાઈ મહોત્સવ કરીને જવાની જ્યાં ઈચ્છા કરે છે, ત્યાં બધા શત્રુંજયે અદશ્ય થઈ ગયાં. આથી દેવોને લાગ્યું કે નક્કી આપણાથી કંઈ આશાતના થઈ હશે એટલે આ તીર્થો અદશ્ય થઈ ગયાં. અથવા તો શું આપણે ગિરિરાજથી દૂર આવી ગયા કે તીર્થ સ્વયં સ્વર્ગમાં ચાલી ગયું.
અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં ખબર પડી. અહો ! આ દુષ્ટ દેવીએ આપણને ઠગ્યા છે, માટે તેને શિક્ષા કરવી જોઈએ. તુરતજ દેએ મહાઘોર કેપ વાળા તે દેવી ઉપર મૂકી. એટલે તેજેનિથી અત્યંત બળી, બળતી તે દેવી દેવતાઓની માફી માંગી અને પ્રભુના ચરણનું શરણું સ્વીકાર્યું. આથી તેને છોડી અને કહ્યું જે ફરી આવું દુષ્ટ કાર્ય કરીશ તે તારું સ્થાન રહેશે નહિ. તેથી તે હસ્તિની દેવી ફરીથી તીર્થની આશાતના નહિ કરવાના સોગંદ ખાઈ હસ્તિસેન પુરમાં ચાલી ગઈ.
તે વખતે ચોથા દેવકના માલિક માહેન્દ્ર નામના ઈંદ્ર શ્રી શત્રુંજયગિરિ ઉપરના પ્રાસાદે જીર્ણ થયેલા જોયો. “અહે! આવા જગત હિતકારી તીર્થ ઉપર આવી જતા કેમ થઈ હશે? જરૂર તે દુષ્ટ દેવીનું જ કાર્ય લાગે છે” આમ મનમાં ચિંતવન કરતાં માહે વાર્ધકી દેવની પાસે નવીન પ્રાસાદે કરાવ્યા અને બીજાં શિખરોને પણ ઉદ્ધાર કરી નવાં કરાવ્યાં.
ઉદ્ધાર પાંચ-બહુમેન્ટને મહેન્દ્ર ઈન્દ્ર ઉદ્ધાર કરાવ્યાને દશકેટી સાગરેપમ એટલે કાલ ગયા પછી, એક વખતે ઐરાવત ક્ષેત્રમાં દેવ જિન જન્મોત્સવ કરી શ્રીનંદીશ્વરદીપની યાત્રાએ ગયા. આઠ દિવસેને મહોત્સવ કરી, આ ભરતક્ષેત્રમાં વિમલાચલગિરિ ઉપર શ્રી આદિનાથ ભગવંતનાં દર્શને આવ્યા, આઠ દિવસ સુધી ઉત્તમ પ્રકારે ભક્તિ કરી.
(૨૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org