________________
શ્રીશત્રુજય મહાતીર્થના ઉદ્ધાર
બીજે દિવસે ગણધર ભગવંતે વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર આરહણ કર્યું. સૌધર્મેન્દ્ર ત્યાં આવ્યા. બંને પરસ્પર ભેટયા પછી ઈન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણ વૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઈ ઋષભદેવ ભગવંતની જે પાદુકા પિતે બનાવી હતી તે બતાવી, એટલે ભરતેશ્વરે પાદુકાને નમસ્કાર કર્યા.
પછી ઈ ભરત મહારાજાને કહ્યું કે, આ તીર્થ ઉપર પ્રભુની મૂ તિ વિના કેઈ ! કદી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રભુના ચરણથી પવિત્ર થયેલો આ ગિરિ સ્વયં તીર્થરૂપ જ છે, તે પણ લોકોની ભાવનાની વિશેષ પ્રકારે શુદ્ધિને માટે અહીં શ્રીજિનેશ્વરદેવને એક ભવ્ય વિશાળ પ્રાસાદ થવો જોઈએ, માટે ચોર્યાસી મંડપથી મંડિત એક મહાન જિન પ્રાસાદ કરાવે.
ઈંદ્રની વિનંતીથી ભરત મહારાજાએ દિવ્ય શક્તિવાળા વાઈકીરત્ન પાસે લોક્યવિશ્વમ નામનો એક ભવ્ય પ્રાસાદ બનાવરાવ્યો. પૂર્વ દિશામાં સિંહનાદ વગેરે એકવીશે મંડપ, દક્ષિણ દિશામાં ભદ્રશાલ વગેરે એકવીશ મંડપ, પશ્ચિમ દિશામાં મેઘનાદ વગેરે એકવીશ મંડપ અને ઉત્તર દિશામાં શ્રીવિશાળ પ્રમુખ એકવીશ મંડપ બનાવરાવ્યા. જિનમંદિરના મુખ્ય માર્ગમાં સેંકડો સૂર્યની પ્રભાવી જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય શ્રીહષભદેવ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા તથા બન્ને બાજુ શ્રી પુંડરીકસ્વામિની મૂર્તિ તથા ભગવાનની મૂર્તિની પાસે ખગ્ન ખેંચીને ઊભેલા નમિ-વિનમિની મૂર્તિ પણ સ્થાપન કરાવી. તે સિવાય શ્રીનાભિરાજા, શ્રીમરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી. *
ત્યારબાદ બીજાં નવીન મંદિરે કરાવીને શ્રીઅજિતનાથ ભગવાન આદિ ત્રેવી તીર્થ કરેના પિતા પિતાના દેહ અને વર્ણ પ્રમાણે શાસનદેવતા સહિત રત્નમય બિમ્બ પણ પધરાવ્યાં. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંદિરનું નગર બનાવ્યું.
સર્વ બિમ્બની પ્રતિષ્ઠાવિધિ-અંજનશલાકા શ્રીનાથગણધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સઘળી વસ્તુઓ ઈન્દ્રમહારાજાએ હાજર કરી હતી. (પ્રભુની પ્રતિમા ભરાવ્યા બાદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક બને છે. વર્તમાનમાં પણ અનેક સ્થળોએ અંજનશલાકા મહોત્સવમાં આ સઘળી વિધિ કરાવવામાં આવે છે.)
ગૌમુખ નામને યક્ષ અને ચકેશ્વરી નામે શાસન દેવી શ્રી શત્રુંજય તીર્થની , રક્ષણ કરનારા સ્થાપ્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org