________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
સ્થિરતા કરી. આ ગિરિરાજના પ્રતાપે તમાને અને તમારા પરિવારને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે–ગિરિરાજના મહિમા વધશે.
આવા પ્રભુના આદેશથી શ્રીપું ડરીક ગણધર ભગવંત પાંચ ક્રોડ મુનિવરા સાથે ત્યાં જ રહ્યા અને અનશન કર્યું. પાંચક્રોડ મુનિવરે સાથે શ્રીપુડરીકસ્વામિજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને ચે. સુ. ૧૫ ના માક્ષે ગયા. ત્યારથી આ તી શ્રીપુંડરીકગિરિરાજ નામથી પ્રસિદ્ધ થયું.
જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે પણ તીથ કહેવાય છે, તેા શ્રીશત્રુંજય ગિરિવર ઉપર આટલા બધા મુનિવરા સિદ્ધ થયા તેથી તે તીર્થોત્તમ તી કહેવાય છે.
એકવાર ભરત મહારાજાએ પ્રભુ મુખથી સ`ઘ્રપતિના પદનુ વર્ણન સાંભળતાં, તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિનતિ કરતાં પ્રભુએ વાસસ્યૂના નિક્ષેપ કર્યાં. એટલે શકેન્દ્રે દિવ્યમાળા મંગાવી ભરત મહારાજા અને તેમની પત્ની સુભદ્રાના કંઠમાં પહેરાવી.
ભરતજીએ માટા સંઘ સહિત અને સુવર્ણના મંદિર સહિત શ્રીગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામોગામ પડાવ કરતાં અને પ્રભુ ભક્તિ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા, ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહે ભરત મહારાજાનુ સન્માન કર્યું.
દૂરથી ગિરિરાજના દર્શન થતાં સધ સહિત ભરત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી, પછી શ્રીનાભગણધરને પૂછયું કે, આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી ? અને અહીં શી શી ક્રિયા કરવી ?
શ્રીનાભગણધરે જણાવ્યું કે જ્યારે આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરવા, જે કોઈ ગિરિરાજનાં દર્શનની પ્રથમ વાત જણાવે તેને દાન આપવું, તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દર્શન થતાં ગિરિવરને સેાનું, મણિ, રત્ન વગેરેથી વધાવવા, વાહનના ત્યાગ કરી પૃથ્વી ઉપર આળોટી પૉંચાંગ નમસ્કાર કરી, પ્રભુના ચરણાની જેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંઘના પડાવ નાંખી ઉપવાસ કરવા, સ્નાન કરી શુદ્ધ થઈ સ`ઘ સાથેના દેવાલયમાં સ્નાત્ર પૂજા કરવી, પછી સ`ઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રીશત્રુંજય સન્મુખ પૂજાને ઉત્સવ કરવા.
આ પ્રમાણે સાંભળી ભરત મહારાજાએ બધી વિધિ કરી પછી અનુક્રમે શ્રીગિરિરાજ પાસે આવી પહોંચ્યા. ત્યાં વાર્ષકીરત્ન પાસે સઘના પડાવ કરાબ્યા.
(૬૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org