SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૬. આભારી છે, એમ લાગે છે? એ બધાને સામવી સંભાળીને થાય તે ધર્મ કરવાને, એમ છે ને ? પરલોકમાં ઉપયોગી એ નીવડશે. કે આ ? તમને કાંઈ નહિ તે આટલું તે થાય ને કે-“અહીંથી મારે જવાનું છે અને અહીં મેં ગમે તેટલું સારું ભેગું કર્યું હોય, તેય તે સાથે આવવાનું નથી?” આ ખ્યાલ આવે તે એના ઉપરને રાગ ઘટે. આ ખ્યાલ નહિ આવે તે, નહિ મળે અને નહિ ભગવાય તે છતાં પણ, પાપને બંધ થશે. તમને એવી ચિન્તા ન થાય કે-“અહીંથી જવાનું છે ને ક્યાંક ઉત્પન્ન પણ થવાનું જ છે, તે અહીંથી નરકાદિમાં ચાલ્યા જઈશ, તે મારું થશે શું ?” આ ખ્યાલ જેને આવે, તે પાપ કરતે હોય તે રીતે હોય. તમે વિચાર કરે, તે તમને ખ્યાલ આવે કે-આ બધા પાછળ હું દોડધામ કરું છું, પણ આ બધું અહીં રહેવાનું છે જવાનું મારે અને મેં જે કાંઈ કર્યું તેનું પાપ ભગવવાનું ય મારે! હું પાપના ઉદયે માંદો પડું, તે છોકરે બહુ તે દવા વગેરે આપે, મારી ચાકરી કરે, હાથ–પગ દબાવે, શેક કરે, પણ એ કાંઈ પીડાને હરી લઈ શકે ? સંબંધીજને બહુ પ્રેમી હોય, તે પાસે બેસીને રડે, પણ મારા પાપનું ફળ ભેગવવું તે મારે જ પડે. એ વખતે તમે ઝરતા હે ને છોકરાથી ન ખમાતું હોય, તેય એ શું કરે? જો એ ડાહ્યો હોય, તે એટલું કહે કે-આપણું પાપ - આપણે ભોગવવું પડે ! મેહમાં પડેલા સંબંધીઓ તમને ગમે તેમ કહે, પણ સમજવું તે તમારે જોઈએ ને ? તમે ભાણે બેસે છે. વધારે નહિ ખાવાની કાળજી લેણે રાખવાની ? ખાનારે જ વધારે નહિ ખાવાની કાળજી રાખવી જોઈએ ને ? વધારે ખાઈ જાય, માંદા પડે ને પછી કહે કે–પીરસનારે આમ કર્યું, તે કાંઈ ચાલે ? પેટમાં દુખે તે તમને દુખે? ઝાડા થાય તે તમને થાય કે પીરસનારને થાય? આ વાત ઝટ સમજાઈ જાય છે ને? ત્યારે, બધા સંબંધીઓ મૂંઝવવાને મથતા હોય તે, સાવચેત કેણે રહેવાનું ? ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy