SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન સુકાની છે. અદ્વિતીય પ્રતિભાસંપન્ન અને પ્રભાવક પુણ્યપ્રાગભારને ધરાવતા એ મહાપુરુષની વાણીમાં કેઈ અપૂર્વ જાદુ સમાયેલું છે. તેઓશ્રીની ભાષા અત્યંત સાદી અને સરળ છતાં સ્પષ્ટ અને મેહક છે. ગહનમાં ગહન પદાર્થોને પણ સરળમાં સરળ રીતે રજુ કરવાનું કળા કૌશલ્ય તેઓશ્રીને પ્રારંભથી જ વરેલું છે. નીડરતા અને સાત્વિકતા જેવા ખાસ ગુણે તેઓશ્રીને ગળથુથીમાંથી જ મળ્યા હોય એવું જણાઈ આવે છે સત્ય અને અસત્ય, “સુ” અને “કુ વચ્ચેના ભેદની તેઓશ્રીની સ્પષ્ટ વિવેચક શક્તિ શ્રોતાઓની અનેક બ્રાન્તિઓનું પળવારમાં નિરસન કરવા સમર્થ બને છે. સન્માર્ગનું સ્થાપન અને ઉન્માર્ગનું ઉમૂલન, એ તેઓશ્રીને જીવનમંત્ર છે. સાંભળવા પ્રમાણે પૂજ્યપાદશ્રીજીને બાલ્યવયથી જ શ્રી જૈનશાસનમાં ધર્મપ્રાસાદના પાયા સ્વરૂપ ગણતા “સમ્યગદર્શન ગુણની હિની લાગેલી હતી. એ વાતની પ્રતીતિ કરાવતી હકીક્ત એ છે કે–લગભગ ૧૨–૧૩ વર્ષની લઘુવયમાં જે તેઓશ્રીએ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય રચિત શ્રી સમકિતના સડસઠ બેલની સઝાય કંઠસ્થ કરીને તે સમયે પાઠશાળાને માસ્તર શ્રી ઉજમસીભાઈ પાસે તેના અર્થનું જ્ઞાન મેળવ્યું હતું. એટલું જ નહિ પરંતુ, તે વખતે લેવાયેલી એ વિષયની પરીક્ષામાં તેઓશ્રી મેખરે રહ્યા હતા. ત્યારબાદ માત્ર સત્તર વર્ષની નાની વયમાં તેઓશ્રીમદે અનેક વિરોધ અને અવરોધોને વટાવી સંયમ જીવનને સ્વીકાર કર્યો અને દીક્ષાના પ્રથમ વર્ષમાં જ વિશિષ્ટ યેગ્યતાના દર્શન થતાં મહોપાધ્યાય પરમગુરુવ શ્રી વીરવિજયજી મહારાજાએ તેઓશ્રીને વ્યાખ્યાનની પાટે બેસાડયા. તેઓશ્રીના જીવનના આ આદ્ય પ્રવચનને વિષય હતે સમ્યગદશન, અને તે માટે આધાર ગ્રંથ હતો “સમક્તિના સડસઠ બેલની સઝાય.” એ વાતને આજે સડસઠ વર્ષનાં વહાણાં વીતી ગયાં છે. સાઠ વર્ષો દરમ્યાન તે તેઓશ્રીની પ્રવચનધારાને ધોધ અવિરતપણે વરસતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy