________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
તત્વજ્ઞાનને પામેલે એવું પણ સમજતે હોય છે કે-“મારે જવાનું છે એ નક્કી છે અને મારું ભેગું કરેલું, મારા જીવતાં કે મારા મરી ગયા પછી, દુમન પણ નહિ જોગવે–એ નક્કી નથી.” જે કોઈ બંગલા બાંધે, તે બધા એમાં રહી જ શકે ? નહિ, તે બંગલે બંધાવતાં બહુ રસ આવી જાય, તે ઝટ એ વિચાર પણ આવે ને-“બેવકૂફ, આમાં રસ કરવા જેવું શું છે? બંગલો અડધા. જ બંધાયે હોય અને તારે જવું પડે અને વાસ્તુને દહાડે કઢાવ્યો હોય તે દહાડેચ તારી ઠાઠડી બંધાય. તમને જ્ઞાન છે કે–મરેલા ન જન્મે તે બને, પણ જન્મેલા મરે નહિ એવું તે બને જ નહિ. જન્મેલા ન મરે એવું બન્યું જ નથી, બનતું નથી અને બનવાનું ય નથી. વળી આ ઉમ્મરે, આ વખતે, આ ઠેકાણે ન જ મરાચ–એમ પણ કહેવાય નહિ. દૂધ પીતોય મરે, નાની ઉંમરનાય મરે, જુવાન પણ મરે, પ્રૌઢ પણ મરે અને ઘરડો પણ મરે. જે આ જ્ઞાન હોય, તે આથી પણ સાવચેતી આવે ને ?
તમે જીવો ત્યાં સુધી, તમારું ભેગું કરેલું તમે જ ભેગવી શકે અને તમારે દુશ્મન એને ન જ ભેગવી શકે, એ નિયમ ખરે? ઘણાનું ગયું, દુશ્મન ભગવે છે ને એને રસથી બંધાવનારા જુએ છે ને બળે છે, પણ કાંઈ કરી શકતા નથી. પાકિસ્તાનમાંથી આવેલાઓની શી દશા થઈ, તે જાણે છે ને ? જ્ઞાની હોય, તેનેય પાપ કરવું પડે એ બને, પણ એ સાવચેત રહે. એને અવસરે મમતાને ખંખેરી નાંખતાં વાર નહિ. યુદ્ધભૂમિમાંય જ્યાં મૃત્યુ નજદીક લાગ્યું, ત્યાં જ્ઞાની હતા તે બધું વોસિરાવી શક્યા અને અનશનને આદરીને આરાધના કરી શક્યા. સમજુ માણસ, એ કોઈ વખત આવી લાગે તે, બેટનેય વેપાર કરે; પણ સમજે કે-બેટ કરું છું. ડાહ્યો વહેપારી કઈ વખતે બાર આનીએ કે આઠ આનીએ પણ માલને નિકાલ કરે ને ? એમ કરવાથી જ આઠ આની જેટલી પણ મૂડી બચી જાય તેમ હોય, પેઢીની આંટ જળવાઈ જાય તેમ હોય, તે એમ પણ કરે. કહેશે કે-- તક જોઈને ખોયું એનાથી બેવડું મેળવી લઈશ, પણ અત્યારે બેટ ખમી ખાવી, એ જ સલાહભર્યું છે. તેમ, સમાધિને અભિલાષી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org