SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ર) - સમ્યગૂદન-૧ હજાર જૈનાચાર્યો હતા. એ સંઘવીએ સંઘ કાઢી ગામેગામના સંઘમાં ધર્મ પરિણામની સ્થિરતા પેદા કરતા હતા. સંઘનું મહત્ત્વ બહુ છે, જે આપણે પ્રસંગે જોઈશું, પણ એક વાત નકકી કે એ સંઘ કાઢનારા, અને સંઘમાં જનારા બધા આજ્ઞાને રંગી હોવા જોઈએ. ભગવાનની આજ્ઞા પહેલી. એ આજ્ઞા જતી હોય તે તે પહેલાં પોતે જવા તૈયાર. - એવા એ શ્રી સિદ્ધસેન દિવાકરજી પણ ત્યાં રહી દિવસે દિવસે વૃદ્ધિ પામતી ભક્તિમાં લેવાયા અને પાલખીમાં બેસવાનું સ્વીકાર્યું. આ વાતની ગુરુવર્ય શ્રી વૃદ્ધવાદિ સૂરિવરજીને જાણ થઈ. ગુરુદેવ પરમ ઉપકારી હતા, કલ્યાણની ભાવનાવાળા હતા. એ તરત ત્યાં પહોંચ્યા. પિતે ઓળખાઈ ન જાય તે રીતે મુનિ પણાના આચારમાં બરાબર રહીને કેઈક સમયે શ્રી સિદ્ધસેનજીની પાલખી ઉપાડવામાં ગોઠવાઈ ગયા. વૃદ્ધપણને લીધે રસ્તામાં વાંકાચૂંકા ચાલવા લાગ્યા. પાલખી આમતેમ ડોલવા લાગી. શ્રી સિદ્ધસેનજીને આંચકા આવવા લાગ્યા. એટલે એ, પેલા વૃદ્ધ પુરુષને પૂછે છે કે-“જિં તવ છે જાતિ? –શું તારે ખભે દુખે છે!” સમર્થ વિદ્વાન છતાં, ઉતાવળમાં પ્રમાદના યોગે સાદા વાક્યમાં ભૂલ કરી બેઠા, અને “જાધ'ને બદલે “રાતિ” બેલાઈ ગયું. એટલે ગુરુએ તરત જ જવાબ આપે કે–તથા ઘે = થા તવ વાધરિ વાર્ત–મારો સ્કંધ તેવી પીડા નથી કરતે, જે તારે “વાપતિ પ્રગ પીડા કરે છે. આ સાંભળતાં જ શ્રી સિદ્ધસેનજી સેંક્યા. મારી ભૂલ પકડનાર આ કેણ? નક્કી ગુરુદેવ જ છે. તે જ વખતે પાલખીમાંથી ઊતરી ગુરુદેવના ચરણોમાં નમી પડ્યા. પ્રશ્ચાત્તાપપૂર્વક ક્ષમા યાચે છે. તે વખતે ગુરુદેવે કહ્યું કે– સિદ્ધસેન ! તારી આ દશા ? આ સાંભળીને એ સમર્થ વિદ્વાન એમ ન બેલ્યા કે–એમાં શું? આવા મહાન રાજાને પ્રતિબંધ કર્યા પછી આટલા અપવાદમાં શું થઈ ગયું ? આવી કેઈ જ દલીલ કે બચાવ નથી કર્યો. આવે વખતે “એમાં શું ?” કહેનારા શ્રી જૈન–શાસનની બહારની કેટિના છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ખંડન કરી પાલખીમાં બેસવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy