________________
:૪૭૮ ]
સમ્યગદશન-૧ ઈચ્છાવાળાએ પણ મૂઢદષ્ટિપણને ત્યાગ કરવું જોઈએ, જ્યારે, આજે તે આ વેષમાં (સાધુવેષમાં રહેલાઓમાંના પણ કઈ કઈ એવું બેલતા થઈ ગયા છે કે-“દેશના નેતાઓમાં જે ત્યાગ દેખાય છે, તે ત્યાગ, સંયમ, તપ આપણું સાધુઓમાં પણ દેખાતું નથી. એટલે ખરા સાધુ અને ખરા જૈન તે એ છે.” આવું આવું બેલીને તેઓ અજ્ઞાન લોકોને પોતાના તરફ આકર્ષી જાય છે. અજ્ઞાન લોકોને એમાં એમની દષ્ટિની વિશાળતા લાગે છે. દષ્ટિનું એ વિશાળપણું છે કે આત્માનું એ મિથ્યાદષ્ટિપણું છે ? જો કે હજુ સુધી તે શ્રી જેનશાસનમાં એ કાળ નથી આવ્યો કે શ્રી જૈનશાસનમાં, સુસાધુઓમાં અને સુશ્રાવકેમાં પણ જે ત્યાગ, સંયમ અને તપ દેખાય છે તે ત્યાગ, સંયમ અને તપ બાજે જોવા મળે; પણ કદાચ કલ્પના ખાતર માની લો કે–એ પણ કાળ આવી લાગે, કે જે કાળમાં કેવળ ઈહલૌકિક કલ્યાણમાં જ રાચનારા અને આત્માના હિતની વાતને પણ અવગણનારા માણસેમાં ત્યાગ વગેરે વધારે દેખાય, તે એવા કાળે પણ હૈયામાં જે શ્રી જિનની આજ્ઞાનો પ્રેમ હોય તે શું થાય? - જેમ આજે કલિકાળમાં મોટે ભાગે ધનાદિ એવાને મળ્યું છે કે જેમને શ્રી જિનનું શાસન વાસ્તવિક રૂપમાં ગમતું નથી અને શ્રી જિનનું શાસન જેમને વાસ્તવિક રૂપમાં ગમે છે એવા છેડા છે અને એ બેડામાં પણ મટા શ્રીમતેમાં જેમને નંબર ગણાય એવા છેડા છે. તેમ શ્રી જિનની આજ્ઞા પ્રત્યે અણગમે હોય અને કેવળ આ લકની જ ચિંતામાં મગ્ન રહી પરલોકની ચિંતાને અવગણવામાં જ કલ્યાણ માનનારા હોય, એવાઓમાં ત્યાગ, સંયમ, તપ આદિ શક્તિ વિશિષ્ટ હોય એવું પણ બને અને શ્રી જિનની આજ્ઞા પ્રત્યે સમર્પિત અન્ત:કરણવાળા આત્માઓમાં ત્યાગ, સંયમ, તપ આદિના આચરણ માટે જેટલી શક્તિ જોઈએ તેટલી ન હોય એવું પણ બને. આવી પસ્થિતિ આંખ સામે હોય ત્યારે પણ પેલાઓને ત્યાગ આદિ તરફ
આકર્ષાય નહિ અને શ્રી જિનની આજ્ઞાને સમર્પિત અન્તાકરણવાળાઓ -પ્રત્યે જરા પણ ઉપેક્ષાને ભાવ આવે નહિ આવું ક્યારે બને ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org