SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનનાં પ્રકી કિરણે [૪૭૭ સામાન્ય રીતે કેઈનું પણ માથું નમે તે આશ્ચર્ય પામવા જેવું નથી. ત્યાગાદિ માટે એ સ્વભાવસિદ્ધ વસ્તુ છે. નાગાબાવાના પણ ત્યાગને અને તપને જોઈને, એ જે રીતે કષ્ટ વેઠતે હોય છે તેને જેઈને સામાન્ય રીતે લેક મુંઝાય છે. ત્યાગ, સંયમ, તપ વગેરે એવી ચીજ છે કે–ભલભલાને આકર્ષી શકે. પણ એ કેવળ બાહ્ય પણ હોઈ શકે છે. માટે આપણે તે શ્રી જિનની આજ્ઞાને જેનારા. છીએ. જે એમાં શ્રી જિનની આજ્ઞાની અવગણના સમી ખામી. દેખાય. શ્રી જિનની આજ્ઞા પ્રતિના આદરને જ અભાવ દેખાય, તે એવા ત્યાગ, સંયમ અને ત૫ ઉપર પણ આપણા હૈયામાં પ્રેમનેઆદર ભાવ પ્રગટ જોઈ એ નહિ. કે ઈવાર એવું બને કે-જ્યાં શ્રી જિનની આજ્ઞાને પ્રેમ હોય ત્યાં બાહ્ય ત્યાગ, સંયમ–તપ આદિ ન હોય અથવા તે ઓછું હેય. અને જ્યાં શ્રી જિનની આજ્ઞાને પ્રેમ તે નહિ પણ વિરોધ હોય ત્યાં બાહ્ય ત્યાગ, સંયમ, તપ આદિ હોય ને એને મહિમા પણ હોય એવુંય બને, છતાં પણ એમાં સમ્યગ્દષ્ટિ મુંઝાય નહિ. જ્યાં શ્રી જિનની આજ્ઞા નથી, શ્રી જિનની આજ્ઞાને પ્રેમ નથી, ત્યાં રહેલા ત્યાગાદિને જોઈને અને તેના મહિમાને જોઈને મુંઝાવું એ મૂઢદષ્ટિપણું છે. સમ્યગ્દષ્ટિ માટે અને સમ્યગ્દર્શનને પામવાની ભાવનાવાળાને માટે તે આચરણીય નથી, પણ અનાચરણીય છે. સવ એ તે અતિચાર છે ને? જરાક મૂઢદષ્ટિપણું આવી જાય અને તરત મન પાછું ફરી જાય ત્યાં સુધી તે અતિચાર, પણ મન પાછું ફરે નહિ અને એમાં જે મન ઘેલું બની જાય તે એ અનાચાર પણ બને. અતિચાર જે આચરાય અને પછી બિનસાવધપણું જે વધી જાય, તે અનાચારને આવતાં પણ વાર ન લાગે. શ્રી જિનાજ્ઞાનું આરાધન જ પરમ કલ્યાણનું કારણ છે ? સમ્યગ્દર્શનને પામેલાએ જ નહિ પણ સમ્યગ્દર્શનને પામવાની, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy