________________
૪૫૮ ].
શમ્યગદશન-૧ મુક્તિ મેળવ્યા વિના રહેતું જ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન કેટિમાં લેખાય છે અને સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર પણ કાયકષ્ટ તરીકે લેખાય છે.
અધપુદ્ગલ પરાવર્તનથી વધારે–સંસાર
વાળા સચ્ચદશનને પામી શકતા નથીઃ અનન્ત ઉપકારીઓએ સમ્યગ્દર્શનનું સ્વરૂપ અનેક રીતે વર્ણવ્યું છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મરૂપ તત્વસંપત્તિની શ્રદ્ધાને. પણ સમ્યગ્દર્શન કહેવાય છે. જ્યાં સુધી સાતે કર્મની સ્થિતિ કાંઈક ઊણી એક કટાકેટિ સાગરોપમ જેટલી ન થાય, ત્યાં સુધી સમ્યદર્શન ગુણને પામવાને પુરુષાર્થ પણ નથી થઈ શકતે તે પછી સમ્યકત્વની પ્રાપ્તિ તે થાયજ શાની? જે આત્માઓને સંસાર અર્ધ પુદ્દગલપરાવર્તથી વધારે હોય, તે આત્મા ભવ્ય હોવા છતાંય સમ્યગ્દર્શનને પામી શકતા નથી.
રાગદ્વેષના ગાઢ પરિણામ જાય
તો જ સમ્યગ્દર્શન પ્રગટે : અર્ધ પુદગલપરાવર્તથી એ છે પણ સંસાર જેનો હોય, તેઓને પણ રાગદ્વેષ રૂપ ગ્રંથિને ભેટ થયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષના ગાઢ પરિણામને ગ્રંથિ કહેવાય છે. રાગદ્વેષના ગાઢ પરિણામ જ્યાં સુધી આત્મામાં વર્તમાન હોય, ત્યાં સુધી આત્મા સમ્યગ્દર્શનને પામવાની લાયકાત ધરાવતું નથી. રાગદ્વેષની તીવ્રતા, એ સમ્યગ્દર્શન ગુરુની ઘાતક છે. રાગદ્વેષની મંદતાને ધરનારા આત્માઓ સમ્યગ્દર્શનને પામવાની સામગ્રી સહેલાઈથી પામી શકે છે. અને પ્રાપ્ત થયેલી તે સામગ્રીની સુંદરમાં સુંદર રીતે આરાધના કરી સમ્યગ્દર્શન ગુણને મેળવી શકે છે.
સમ્યકત્વના ભેદઃ ઓપશમિક,
ક્ષાપથમિક અને ક્ષાયિક.. શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યગ્દર્શનના ભેદો અનેક રીતે
સુધી આત્મા છેપરિણામ પરિણામ જય જનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org