SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૩૩ સમ્યગ્દષ્ટિની અવસ્થા એમ જે સમજે તે ભયને સાંભળીને શિથિલ કરી જ ન બને ! પણ આજની સ્થિતિ કેઈ ઓર જ છે. કારણ કે–આજે જે કેઈસામાન્ય જ્ઞાની આવીને કહે છે કે-“છ મહિને તમે ભીખારી થવાના છે. તો ખરેખર, આજથી જ ભીખારી જેવા થઈ જાવ ! એ દશા ધમી તરીકે શોભારૂપ નથી, પણ લજજાસ્પદ છેએવે સમયે તો સમ્યગ્દષ્ટિ આત્માએ પિતાની સઘળી શકિતને સદુપયેાગ કરી, પ્રભુધર્મની આરાધનામાં એકદમ રકત બની જવું જોઈએ. સમ્યગ્દષ્ટિની ઉત્તમતા : તમારે સાચા સુખી થવું હોય, તે સંયમી થવું જોઈએ અથવા તે સંયમ સુલભ થાય એવી યેજના પ્રયત્નપૂર્વક કરવી જોઈએ. દુનિયાદારીના પદાર્થો ઉપરની મમતા સર્વથા તજવી જોઈએ; અગર તે, તે સર્વથા તજાઈ જાય તેવી પ્રવૃત્તિ આદરવી જોઈએ. કારણ કેદુનિયાદારીની ચીજે ઉપરથી મમતા ઘટી હશે તે જ તમે ધર્મશાસનના સાચા આરાધક થઈ શકશે અને યથાશક્ય સાચા પ્રભાવક પણ થઈ શકશે. અને જે મમતા નહિ તજે અને ધર્મ કરશો તે પણ તમે સાચા આરાધક નહિ થઈ શકે અને તેવા પ્રભાવક પણ નહિ થઈ શકે. આજે કેટલીક ધર્મક્રિયાઓ થાય છે, પણ તે કેવી ? મોટે ભાગે એવી જ કે– એનાથી જોઈત આત્મલાભ ન મળે. વ્યવહારમાં પણ જેમ કહેવાય છે કે–પૃપણને ઘરે વરો ડબલ થાય છે, છતાં પણ તેને જશને બદલે જુતિયાં જ મળે છે અને ઉદારને ત્યાં ખર્ચ એ છે ને નામના મેટી.... કારણ કે બનેના હૃદયમાં ભેદ હોય છે ! તેમ આ વિષયમાં પણ સમજવું જોઈએ. પુણ્યદયનાં સાધને પણ જે હૃદયભેદ થાય તે પાપની સાધનામાં કામ લાગે છે ! નિમિત્તનો ઉપગ કરતાં ન આવડે, તો શુભ પણ અશુભમાં પલટાઈ જાય છે આથી સમજી શકાશે કે-હૃદયની શુદ્ધિથી સમજપૂર્વક અથવા તે સમજુની આજ્ઞા * ૨૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy