________________
૪૧૦ ]
સમ્યગદશન-૧ શું ધમી તરીકે આ દશા તમને શોભારૂપ લાગે છે? આ દશા ધમી તરીકે રોભારૂપ નથી. એટલું જ નહિ પણ લજજાસ્પદ પણ છે. આવા સમયે તે સમ્યગ્દષ્ટિ આત્માએ પિતાની સઘળી શક્તિને સદુપયેગ કરી પ્રભુધર્મની આરાધનામાં એકદમ રક્ત થઈ જવું જોઈએ.
એક દષ્ટાન્ત કે એ માટે દષ્ટાંત તરીકે કહેવાય છે કે-લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવીએ આવીને કેઈ એક શેઠને સ્વપ્નામાં કહ્યું કે-“તારું પુણ્ય હવે પરવાર્યું છે, માટે હું દશ દિવસમાં તારે ત્યાંથી જઈશ.'
શેઠ જરા મુંઝાયા પણ પ્રભુમાગને એ પામેલા હતા, એટલે એ પુણ્યશાળીએ વિચાર્યું કે-“લમી જવાની તે છે પણ એ એની મેળે શાની જાય ? હું જ એને કાઢું. જતીને જવા દેવી એમાં કશી જ નવાઈ નથી પણ કાઢવી એમાં નવાઈ છે, તે હવે હું જ એને, કેમ ન કાઢું?”
એ વિચારથી કુટુંબને ભેળું કર્યું અને કહ્યું કે “આજથી દશમે દિવસે લક્ષ્મી જવાની છે અને આપણે ભીખારી બનવાના છીએ. માટે જે સાચા શ્રીમાન રહેવું હોય તે એક રસ્તે છે અને તે એ કે–જતી એવી લક્ષ્મીને જવા ન દેવી પણ કાઢી મૂકવી!”
વાત પણ ખરી છે કે–લક્ષ્મીને ચંચલ અને અસાર સમજી તેના ઉપરની મૂર્છા તજવાને માટે મૂકી દેનારને જગત ઉદાર, ત્યાગી, દાતાર કે પ્રભુમાગને પામેલ અને પૂજ્ય પણ કહે છે અને પગે પણ લાગે છે. જ્યારે લક્ષ્મી આપમેળે જાય ત્યારે તે જેની જાય તેને દીન, દરિદ્રી, બિચારે અને કમનસીબ વગેરે કહે છે. વધુમાં જગત એમ પણ કહે કે–પાપની લક્ષમી હતી એટલે જાય જ ને?
કુટુંબે પણ શેઠની મરજીને વધાવી લીધી એટલે સઘળી જ. લક્ષમીને સાતે ક્ષેત્રમાં સમપી દીધી અને નક્કી કર્યું કે-દશ દિવસ ઘરમાં રહેવું અને અગિયારમા દિવસની સવારે અનંતજ્ઞાનીઓએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org