________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
[૩૮૭ એ માર્ગને જીવનમાં શક્તિ મુજબ અમલ ન દેખાય, એ ઉપાયને આચરવાને ઉલ્લાસ ન દેખાય, એથી વિપરીત માર્ગને આસેવનમાં તત્પર રહેવાય અને જ્ઞાનીઓએ જેને દુઃખનાં કારણે કહ્યાં-તે સુખનાં કારણે લાગે, તે સમજવું શું? દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે, એ વાતમાં મતભેદ છે? નહિ જ ઃ કારણ કે એમ તે સૌ કોઈ કહે છે કે- દુઃખ ટળે અને સુખ મળે એ માટે તે અમે રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ ? આથી દુઃખને દૂર કરવાની અને સુખને મેળવવાની ઈચ્છા તે સૌ કેઈની છે જ. હવે એ ઈચ્છા છતાં પણ, એ ઈચ્છાને બરાબર સફળ કરી શકે એ શ્રી જિનેશ્વરદેએ જે માર્ગ દર્શાવ્યું છે, તેનું સેવન કેમ થતું નથી? આ પ્રશ્ન જ્યાં ખડે થાય છે, એટલે મેટી મૂંઝવણ ઊભી થાય છે. દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે એ વાતમાં મતભેદ નથી અને તેમ છતાં પણ શ્રી જિનેશ્વરદેએ દર્શાવેલા અનુપમ સુખના માર્ગને શક્તિ મુજબ પણ અમલ થતું નથી, એનું કારણ શું? આ પ્રશ્ન ખૂબ જ વિચારવા જેવું છે.
લઘુકમી બની છેવટ
કમરહિત બનવું હોય તે શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા નથી?” આ પ્રશ્નના ઉત્તરમાં “ના” એમ કબૂલવાને પણ અંતર ના પાડે છે. શ્રી જિનેશ્વરદેવે એ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એમ ભારપૂર્વક કહેવામાં જ હૃદયને તેષ છે. આપણું અંતર સાક્ષી પૂરે છે કે આપણને શ્રી જિનેશ્વરદેવ ગમે છે. એ તારક ખોટું કહે જ નહિ, એ આપણને વિશ્વાસ છે. એ તારકે જે કહ્યું છે તે સાચું જ છે, એમ આપણને જરૂર લાગે છે. એટલે શ્રી જિનેશ્વરદેએ કહેલા માર્ગ ઉપર શ્રદ્ધા નથી, એવું પણ આપણને કબૂલ નથી. આટલી પણ દશા આવી છે, એ લઘુકર્મિતાને સૂચવનારી છે એ ચોક્કસ છે. આત્મા લઘુકમી બન્યા વિના આવી પણ સ્થિતિ આવતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org