SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦] સમ્યગદર્શન-૧ એમ કરતાં વિરાગ્ય પણ આવી જાય તથા આવેલે વૈરાગ્ય સુસ્થિર પણ કદાચ બની જાય ! ન છૂટે તે પણ સંસાર શ્રી જિનેશ્વરદેવે કહ્યો છે તે લાગવો જોઈએ? એક તરફ આપણે કહીએ કે–“શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું” તેમજ બીજી તરફ શ્રી જિનેશ્વરદેવેએ સંસારને દુઃખમય, દુઃખફલક અને દુઃખપરંપરક કહ્યો છે તેમ જાણવા છતાં પણ આપણને સંસાર તેવો ન લાગે, તેથી વિપરીત લગે, સંસારમાં સુખ લાગે, તે એ પણ જેવું જોઈ એ કે-એમ થાય છે તેનું કારણ શું? સંસાર શ્રી જિનેશ્વરદેવે એ કહ્યો તેવો લાગવા છતાં પણ એને ત્યાગ ન કરી શકાય એમ બને, પણ એ તજવા જેવો છે, એમાં આત્માનું હિત નથી પણ નુકશાન છે, એમ તે લાગવું જ જોઈએ. કોને દેષ તે નક્કી કરે : આપણી વર્તમાનમાં જે દશા છે, તેને અનુલક્ષીને આપણે એ પણ નક્કી કરવું જોઈએ કે–આમાં મિથ્યાત્વ કામ કરે છે કે એમાં અવિરતિના ઘરને દોષ છે? અવિરતિના ઘરને જ જે દોષ હોય, મિથ્યાત્વન હેય, સમ્યકૃત્વ હોય, માન્યતામાં જરાય ફેરફાર ન હોય, તે તે એ બહુ ભયંકર નથી. કારણ કે-અવિરતિને તે ઉદય હોય તે કરવા ગ્ય ન કરી શકાય, છેડવાયેગ્ય ન છેડી શકાય, છતાં પણ સમ્યક્ત્વના યેગે વહેવા-મેડા છુટાશે એ નકકી વાત છે. પણ એ દોષ મિથ્યાત્વના ઘરને છે એમ જે નક્કી થઈ જાય, આપણે આત્મા કબૂલ કરે, તે તે ખૂબ દુઃખ થવું જોઈએ. એ દોષને ટાળવાને વહેલામાં વહેલી તકે પ્રયત્ન આદરી દેવું જોઈએ. અર્થાત-“શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું અને નિઃશંક”—એ ઉદગાર હૃદયપૂર્વકના બની જવા જિઈ એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy