________________
૩૨૦ ]
- સમ્યગદશન
નિમિત્ત બની શકું તે સારૂં; પણ, કેઈ પણ જીવન સુખમાં હું નિમિત્ત બની શકું યા ન પણ બની શકું, તે પણ કોઈનેય દુખ ઊપજે એવું મારે કરવું જોઈએ નહિ.” આવા પ્રકારને જે મને ભાવ, એ પણ અનુકશ્માને જ ભાવ છે. આ ભાવ વધતે વધતે જીવને સમ્યજ્ઞાનના ઉપાર્જન તરફ અને સમ્યફચારિત્રના પાલન તરફ દોરી જાય છે. - સમ્યજ્ઞાન વિના જીનાં સ્થાનોને ખ્યાલ આવે શી રીતે ? અને, એનાં સ્થાનોને ખ્યાલ આવ્યા વિના, તે તે જીવોને દુઃખ ઊપજે નહિ–એવી રીતે જીવવાનું શક્ય બને શી રીતે? તેમ જ, પાંચેય ઈન્દ્રિયોને નિગ્રહ, ચારેય કષાયને જય અને સંગ ત્યાગ કરીને યતના પૂર્વક જે જીવાય નહિ, તે કઈ પણ જીવને દુખ ન ઊપજે–એવી રીતે જીવવાની ઈચ્છા છતાં પણ, જીને દુઃખકારી બની જવાયા વિના રહેવાય જ નહિ આથી, સાચે અનુકમ્માભાવ જીવને સમ્યજ્ઞાનના ઉપાર્જન અને સમ્મચારિત્રને પાલન તરફ દોરી ગયા વિના રહે જ નહિ.
જે જીવમાં આવે અનુકશ્માભાવ પ્રગટે, તે જીવ પિતાથી શક્ય હોય તે કોઈ પણ દુ:ખી જીવના દુ:ખનું નિવારણ કરવાને માટે યથાશક્ય પ્રયત્ન કર્યા વિના પણ કેમ જ રહે ? એટલે. સમ્યકત્વને પરિણામ જે ભાગ્યશાલી જીવમાં પ્રગટે છે, તે જીવમાં અનુકશ્માભાવ પણ સહજ રીતે પ્રગટે છે અને એથી તેને માટે સમ્યજ્ઞાનના ઉપાર્જનની તથા. સમ્મચારિત્રના પાલનની અભિલાષા પણ સહજ બની જાય છે.
. .
- આસ્તિકય : - હવે સમ્યવનું પાંચમું લિંગ. એ છે આસ્તિક નામનું અસ્તિત્વને માનનારે જે કઈ હોય, તેને આસ્તિક કહેવાય અને આસ્તિકને જે ભાવ, તેને આસ્તિય કહેવાય. આમાં પહેલી વાત. તે એ કે–અસ્તિત્વને જે માનવાનું, તે કેની અસ્તિત્વને માનવાનું ?'
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org