________________
સદ્ધનો સૂર્યોદય
[૩૧ વાત એ છે કે–સંસારસુખને જ સાચું સુખ માનનારમાં સંસાર પ્રત્યે વિરાગ પ્રગટે નહિ અને મોક્ષસુખ પ્રત્યે જેનામાં રાગ પ્રગટે તેનામાં સંસાર સુખ પ્રત્યે વિરાગ પ્રગટ્યા વિના રહે નહિ. આમ નિર્વેદ અને સંવેગ, એ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. સંસારમાં દુઃખ ઘણું છે એને ખ્યાલ આવે અને પોતે પોતાના દુઃખને ટાળવાને સમર્થ નથી–એ પણ ખ્યાલમાં આવે, પછી માણસને સંસાર પ્રત્યે કંટાળે ન ઊપજે, તે બીજું થાય પણ શું? એ થયે નિવેદ. હવે એ કંટાળે તે ઊપ જ હોય અને મોક્ષસુખ જાણવામાં આવે, તે તે પછી એનામાં સંસારના સુખ પ્રત્યે વિરાગને ભાવ પ્રગટે નહિ, એ બને જ કેમ? અને એનું ચિત્ત મેક્ષસુખને વિષે ચેટયું રહે નહિ, એ પણ બને કેમ ? આ થયે સંવેગ.
વિરાગ અંગે સ્પષ્ટીકરણ: એ વાત પણ સમજવા જેવી છે કે વિરાગને અર્થ, રાગને સર્વથા અભાવ એવું નથી. રાગને સર્વથા અભાવ તે શ્રી વીતરાગને હેય. જીવ જ્યાં સુધી વીતરાગ બને નહિ, ત્યાં સુધી જીવમાં રાગ તે રહે છે જ, પરંતુ જીવમાં રાગ હોય તે છતાં પણ જીવ વિરાગી હોઈ શકે છે. સંસારના સુખની અતિ આસક્તિ ભૂંડી લાગે, એ આસક્તિ વર્તમાનમાં પણ દુઃખદાયક છે અને ભવિષ્યમાં પણ દુઃખદાયક છે-એમ લાગે, તે એ પણ વિરાગભાવ છે. રાગ એટલે તે ઘટ ને? સંસારના સુખના અતિ રાગ પ્રત્યે તે અણગમે. ઊપ ને? પછી, વિરાગ વધતાં એમ થાય કે-“સંસારનું સુખ ગમે તેવું હોય, પણ સંસારનું સુખ એ ખરું સુખ તે નથી જ.” આટલું થયું. એમાં પણ રાગ તે ઘટયો જ ને? વળી એમ થાય કે-“સંસારનું સુખ દુઃખને કારણે જ સુખ રૂપ લાગે છે, સુખ રૂપ લાગવા છતાંય દુઃખથી એ સર્વથા મુક્ત તે હેતું જ નથી અને એને ભગવટો આદિ પાપ વિના થઈ શકતા નથી, તેથી એ ભવિષ્યના દુઃખનું પણ કારણ છે, માટે સંસારનું સુખ વસ્તુતઃ તે ભેગવવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org