________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૧૩ તમે જે ખરેખર ધર્મના રંગી હેત, તે તમે તત્ત્વજ્ઞાનને. મેળવવાની મહેનત કરી હત; એમ થયું હોત કે–સદ્દભાગ્ય માર્ગ ઊંચે મળ્યો. છતાં રહી ગયા ? અને જો તમને એમ લાગ્યું હોત, તે તમારાં છોકરાંઓને પાક આવે તે ન જ પાકત. તમારા સંતાને તત્ત્વજ્ઞાનથી રહિત રહે છે, તેમાં તમારો પણ મેટો દોષ છે; અને એ દોષ પણ તમને આજે બહુ દોષ રૂપ લાગતો નથી, કારણ કે–તમારા હૈયામાં તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની જેવી તાલાવેલી જાગવી જોઈએ, તેવી તાલાવેલી જાગી નથી.
ભણેલો પહેલાં પોતાને ઓળખે : જીવાદિ તત્વોનું જ્ઞાન હોય, પણ જે તે નિશ્ચયાત્મક ન હોય તે તે પણ વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જીવાદિ પદાર્થોને, તે જેવા સ્વરૂપના છે, તેવા સ્વરૂપે જાણવા અને માનવા, એ સમ્યકૃત્વ છે એવું સમ્યક્ત્વ બહુ કિંમતી છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે એમ માનવું, એ ભગવાનના નિશ્ચયને પોતાને નિશ્ચય. બનાવવા જેવું છે; અને એથી, ભગવાને કહ્યું છે તે જ સાચું છેએમ હૃદયપૂર્વક સ્વીકારનારમાં પણ સમ્યક્ત્વ હોય. આ સમ્યદૃષ્ટિ પણ, સંયેગાનુસાર, ભગવાને જીવાજીવાદિ તના વિષયમાં શું કહ્યું છે, તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યા જ કરે.
જીવાદિ તાના સ્વરૂપ વિષે જે નિશ્ચયાત્મક જ્ઞાન ધરાવતે હોય, તેને પિતાનાં પરિણામોની રક્ષા કરતાં આવડે. સાચું ભણેલે, પિતાને ઓળખે. પિતે કયા ભાવમાં બેઠે છે, તે એ જાણી શકે. અવિરતિ આદિના યોગે આત્મામાં કેવાં કેવાં પરિણામો પ્રગટે છેએનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે એ ખુશ થાય કે--જ્ઞાની મારા અંતર સુધી પહોંચી ગયા છે. અવિરતિનું જોર શું કરે, કષાયનું જોર શું કરે, એ વગેરેને લગતી જ્ઞાનીઓએ કહેલી વાતે, એને અનુભવગમ્ય.
બને.
- જ્ઞાન એ પોતાને ખરા સ્વરૂપમાં ઓળખાવનારી ચીજ છે, જેનું જ્ઞાન સાચું, તે સૌથી પહેલાં પોતાને ઓળખે. તમારી માંદગીની પહેલી ખબર કેને પડે ! તમને કે બીજાને! જ્ઞાન ઓછું હોય, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org