________________
૨૧૪ ]
સમ્યગદશન-૧ એ અને સભ્યત્વને પામવાનું કેવું મન થાય? “આ જીવનમાં હું કદાચ બીજું કાંઈ પણ ન પામી શકું, તેય સમ્યક્ત્વ તે મારે આ જન્મમાં અવશ્ય પામવું છે.”—એમ એને થાય ને? કેમ કેસમ્યકત્વ એ આત્માનું કલ્યાણ સાધવાના જે ઉપાય છે, તે સવનું મૂળ છે. સમ્યફવ વિના આત્માનું સાચું કલ્યાણ સધાય નહિ, અને સમ્યફવા આવ્યું એટલે આત્માનું ખરું ને પૂરું કલ્યાણ સધાયા વિના રહેવાનું જ નથી એની ખાતરી થઈ જાય છે.
હવે વિચાર કરો કે-જીવને જ્યાં સુધી સંસાર સારે જ લાગે, સંસારના સુખમાં જ સાચું સુખ લાગે, ત્યાં સુધી સમ્યક્ત્વ પમાય ખરું? નહિ ને? માટે, કઈ પણ ભેગે સંસાર ખરાબ લાગે, હાનિકર લાગે, તજવા જેવો લાગે, એવું કરવું જોઈએ ને ? તે, ગમે તેમ કરીને પણ હવે તે એવું જાણવું છે, એવું ચિન્તન કરવું છે, એવાના સંગમાં રહેવું છે, એવાની સેવા કરવી છે, કે જેથી સંસાર તજવા જેવું જ છે એમ લાગે. - કઈ પૂછે કે-“મદિરમાં રોજ કેમ જાવ છે ?” તે કહેવું કે–સમ્યકત્વ પામવું છે માટે ! “પૂજામાં આટલા કલાક કેમ કરો છો ?” તે કે–સમ્યક્ત્વ પામવું છે માટે ! “સાધુ પાસે વારે વારે કેમ જાવ છે ?” તે કે-સમ્યક્ત્વ પામવું છે માટે ! તમે જે કઈ ધર્મક્રિયા કરે, તે બાબતમાં જે કંઈ પૂછે તે કહેવું કે આ બધું હું એટલા માટે કરું છું કે–મારે સૌથી પહેલાં સમ્યક્ત્વ પામવું છે !” આવું તમે તમારા મનમાં નકકી કરી લે અને તે પછી જ્યારે જ્યારે જે, જે પૂછે ત્યારે ત્યારે તેને તેને તમે આ જવાબ આપવા માંડે, તે કદાચ સંસારના રસિયાઓ કહેશે કે–આ ગાંડો થઈ ગયો છે. પણ એવાઓ તમને ગાંડા કહે ત્યારે તમારે રાજી થવું.
ગાંડા કહે તે સમજવું
કે ધર્મ આવવા માંડયો : એક વાર અમે એક ગામમાં ગયેલા. વ્યાખ્યાનમાં ઘણું માણસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org