________________
સમ્યગદર્શનની ભૂમિકા
[ ૨૭ પરિણામથી જીવ શું કરે છે? અપૂર્વકરણથી જીવ જેમ ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદે છે, તેમ અનિવૃત્તિકરણથી એ જીવ મિથ્યાત્વનાં જે જે દળિયાં ઉદયમાં આવતાં જાય છે, તે તે સર્વ દળિયાંને ખપાવતે જ જાય છે, એટલું જ નહિ, પણ આ અન્તર્મુહૂર્તની પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાવનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિમાંમાંથી બની શકે તેટલાં દળિયાંને પણ જીવ આ અન્તર્મુહૂર્તમાં જ ઉદયમાં લાવી દઈને ખપાવી નાખે છે; અને, મિથ્યાત્વનાં જે દળિયાને જીવ આ રીતે એક અન્તર્મુહૂર્ત વહેલાં ઉદયમાં લાવી શકતું નથી, તે દળિયાંની સ્થિતિને એ વધારી દે છે, કે જેથી આ અનિવૃત્તિકરણને અન્તમુહૂર્ત પછીનું જે અન્તમુહુત હોય છે, તે અન્તમુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દળિયાને ઉદય અસંભવિત બની જાય. એ જે અનિવૃત્તિકરણ પછીનું અત્તમુહૂર્ત હોય છે, તે અન્તમુહૂર્તમાં જીવને જે પરિણામ હોય છે, તે પરિણામને અન્તરકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતરકરણ એ જ ઉપશમ સમકિત કહેવાય છે. અહીં મિથ્યાત્વનાં દળિયાને ઉદય હેતે નથી.
અન્તકરણથી
સધાતુ કાર્ય આ અન્તકરણનું અન્તર્મુહૂર્ત, એટલે એવું અન્તમુહૂર્ત, કે જે અન્તમુહૂર્તમાં જીવને મિથ્યાત્વમેહનીયનાં દળિયાંને ન તે પ્રદેશથી ઉદય હાય, ન તે વિપાકથી ઉદય હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વમેહનીયનાં દળિયાં હોય. સત્તામાં રહેલાં મિથ્યાત્વ–મેહનીયના દળિયાંની સફાઈનું કામ, જીવ, એ અન્ડરકરણના અન્તમુહૂર્તમાં કરે છે.
અન્ડરકરણ દ્વારા જીવ મિથ્યાત્વમેહનીયનાં દળિયાંની સફાઈનું * यथाऽन्तरकरणाद्यसमय एवौरशमिकसम्यक्त्ववान् , तेन चौषधविशेषकल्पेन शोधितस्य मदनकोद्रवकल्पस्य मिथ्यात्वस्य शुद्धा सुद्धाशुद्धरूपपुजत्रयमसौ करोत्येव ।
• ધર્મ સંગ્રહ એલેક–૨૨ ની ટીકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org