SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૮૭ સુખ ઉપરથી જેની આંખ ઊડી છે, એ જીવ શું કહે ? એ કહે ને કે—એવું કાંઈક મને લાગ્યું છે માટે જ હું ધર્મ જાણવાને માટે આવ્યો છુ. મેાક્ષ વિના સાચું ને પૂરું શાશ્વત સુખ મળવાનુ નથી; એમ પણ સદ્ગુરુ એને કહે ને ? અને, મેાક્ષને સાધવાના જે ઉપાય છે તે ધર્મ છે; એ ધર્મ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ઉપદેશેલા છે; અને ધર્મને પૂરેપૂરા સેવવા હાય તે! સસારના સ`ગ તજવા જોઈએ, એમ પણ સદ્ગુરુ અને કહે ને ? એ વખતે અસંખ્ય ગુણ— અસંખ્ય ગુણ નિર્જરા સાધી ચૂકેલા જીવને શું થાય ? સદ્ગુરુ જે કહે છે તે ખરાબર જ છે, એમ થાય ને ? એ પેાતે ભલે સંસારમાં બેઠા હોય અને સંસારમાં બેસીને સંસારના સુખના ભાગવટાય કરતા હાય, પણ એને એમ તે! થાય ને કે–સંસારના સંગને તયા વિના એકાન્તે ધને સેવી શકાય જ નહિ ? આવી મનેાદશા પ્રગટે, એટલે એનામાં અપૂવ કરણને પ્રગટતાં વાર લાગે ખરી ? દુઃખના અનુભવ કર્યો છે અને કરે છે : આ બધી વાત આપણે શા માટે કરવાની છે ? આત્મામાં એવા પરિણામ પ્રગટથો ન હાય તેા આ સાંભળતાં સાંભળતાં અને વિચારતાં વિચારતાં પણ આત્મામાં એવા પિરણામ પ્રગટી જાય, એ માટે ને ? અથવા તેા, મેાક્ષના ઉપાયરૂપ ધર્મને જ જીવનમાં જીવવાના ઉલ્લાસ પ્રગટે, એ માટે ને? એટલે, દરેકે એ જોવુ જોઈ એ કે—આ સાંભળતાં આપણને અંદર કેવી અસર થાય છે.? સંસારમાં દુઃખ કેટલુ અને સુખ કેટલું ? સંસારમાં જે થાડું સુખ છે, તે પણ દુ:ખમિશ્રિત જ છે. અને, સંસારમાં દુઃખને તે પાર જ નથી. તમે આ ભવમાં પણ ઘણા દુઃખના અનુભવ કર્યો છે, એમ તમને લાગે છે ? માતાના ગર્ભમાં તા દુઃખ ભાગવેલું, પણ જન્મ્યા ત્યારથી તમે દુઃખ અનુભવ્યું નથી અને તમે સુખ જ અનુભવતાં અનુભવતાં આટલા મોટા થયા છે, એમ કડી શકશે! જન્મ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy