________________
૧૭૮ ]
, સમ્યગ્દર્શન-૧ રાજાને માણસ પાછો જાય છે, પણ એની મંત્રીવરની પત્નીને - ચિન્તા થતી નથી. રાજાના માણસને આમ ભગવાનની પૂજાને સમય
કહીને પાછા જવા દેવાય ? હા ગમે તે થાય તે પણ પૂજામાં તે વિક્ષેપ કરાય જ નહિ, એમ એ બાઈ માનતી હશે ને ?
પેલા માણસે રાજા પાસે પહોંચીને, મંત્રીશ્વરની પત્નીએ આપેલો જવાબ રાજાને કહી સંભળા, પણ રાજાને મુહૂર્તની ચિન્તા હતી. મુહૂર્તની વેળા જતી રહે, એ રાજાને ગમતું નહોતું. આથી રાજાએ મંત્રીશ્વરના ઘરે બીજા દૂતને મોકલ્યા. બીજા તે પણ મંત્રીવરના ઘરે આવીને મંત્રીશ્વરની દાસી, કે જે દ્વાર પાસે ઊભી હતી, તેને રાજાની આજ્ઞા કહી સંભળાવી.
મંત્રીશ્વરની પત્નીએ સાંભળ્યું. તરત જ તેણીએ રાજાના દૂત પાસે આવીને મીઠાશથી કહ્યું કે–“ભાઈ! રાજાને કહેજે કે-હજુ પણ ' મંત્રીશ્વર દેવપૂજામાં છે અને તેમને હજુ બે ઘડી જેટલે સમય લાગશે.”
આમ બીજે દૂત પણ મંત્રીશ્વરના ઘરેથી પાછો વળે. એ વખતેય મંત્રીશ્વરની પત્નીને એમેય થતું નથી કે-મંત્રીશ્વરને ખબર - તે આપું ! પ્રસંગ જેવો તેવું નથી. રાજા તરફથી ઉપરાઉપરી તેડાં
આવે છે. રાજાને અતિ અગત્યનું કામ ન હોય તે આવું બને જ - નહિ, એ વાત મંત્રીશ્વરની પત્ની સમજે છે. મંત્રીશ્વર જે અન્ય
કોઈ કાર્યમાં હોત તે તેણીએ મંત્રીશ્વરને સમાચાર જરૂર પહોંચાડ્યા - હેત. પણ હાલ મંત્રીશ્વર ધર્મકાર્યમાં, દેવપૂજાના કાર્યમાં રોકાયેલા
હતા રેજને એમને એ નિયમ હતો, એટલે જે થવું હોય તે થાય, પણ અત્યારે તે મંત્રીશ્વરને કાંઈ જ જણાવાય નહિ, એમ મંત્રીશ્વરની * પત્ની માનતી હતી.
રાજા કે પાયમાન થશે તે શું થશે, એની ચિન્તા મંત્રીશ્વરની પત્નીનેય નથી, એ ઓછી વાત છે? રાજા કે પાયમાન થશે તે કરી - કરીને શું કરશે ? મંત્રીપણું, લઈ લેશે એ જ ને ? મંત્રીપણું જાય
તે તેમાં નુકસાન ન થાય પણ ધર્મ જાય તેમાં નુકસાન થાય આવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org