SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જીવની નજર ધામ તરફ ક્યારે વળે? - ૭ ૧ છે. અનન્ત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવી રહ્યા છે કે-આ સંસારમાં સમજદાર બનેલા છે સૌથી પહેલી મેળવવા લાયક જે કઈ વસ્તુ હોય, તે તે સમ્યગ્દર્શન છે. કેમ કે–એ મળ્યા સિવાય, જીવને જે ખરેખર પામવા લાયક છે, તેને પામવાના ઉપાયને જીવ પામી શકતું નથી અને તેને સાચા રૂપમાં આચરી શકતો નથી, સાચી શાન્તિ કેને કહેવાય, એની પણ એ જીવને સાચી સમજ પડતી નથી. આત્માની સાચી શાતિને પમાડનાર પહેલો ગુણ સમ્યગ્દર્શન છે; પણ, સમ્યગ્દર્શન ગુણ આત્માની સાચી શાન્તિને પામવાનું મૂળ છે, એમ જીવને લાગવું જોઈએ ને? જીવને એમ લાગે ક્યારે? ભવ્ય જીવને જ એમ લાગે, પણ એ માટે સ્વભાવે ભવ્ય એવા પણ જીવન ભવ્યત્વને પરિપાક થવું જોઈએ. એને કાળ પણ પાક જોઈએ. એ સાથે એને પુણ્યના ભેગે જ મળી શકે એવી પણ કેટલીક સામગ્રીને વેગ પણ થ જોઈએ. જીવને સમ્યગ્દર્શન પામવાનું મન થઈ જાય એમાં ઘણી સામગ્રી પણ સહાયક બને છે; અને, આપણે જે વિચાર કરીએ, તે આપણને લાગે કે–આપણને એવી સામગ્રી આપણું પુણ્યદયે મળી પણ ગઈ છે. હવે તે પ્રધાનપણે આપણે પુરુષાર્થ આવશ્યક છે. પણ, આ ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy