________________
વૃક્ષ, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ રહિત પુત્ર, ચારિત્ર હીન યતિ અને દેવ વિનાનું મંદિર શોભતું નથી, તેમ ધર્મ વિના મનુષ્ય શેભતે નથી.
સરસ્વતી બહેન ! તમે એક બાળક નથી કે આ બધું ન સમજી શકે, મારી તે ધર્મ પ્રત્યેજ અચલ શ્રદ્ધા છે અને મારા જીવજીવન પતિની પણ મેટામાં મોટી એજ ભલામણ છે, તેથી આપને પણ હું વારંવાર એજ સૂચના કરૂં છું કે તમારૂં કે મારૂં એ ધર્મમાં શ્રેય સમાયેલું છે.” . આવા શેક સમયે વિયસુંદરીની હિત શિખામણું સાંભળીને શેઠ અને શેઠાણું તે છકજ થઈ ગયા. તે આવી ગંભીર, શાણું, સદ્ગણું, ધર્મિષ્ઠ અને જ્ઞાનવતી છે એમ તેઓ અગાઉ કદિ જાણું શક્યા ન હતા. તેણીના ઉપદેશથી શેઠ અને શેઠાણીને શેક બહુજ ઓછો થઈ ગયો. સરસ્વતી પણ શાંત અને સંતુષ્ટ થઈ ગઈ. છેવટે જતી વખતે સરસ્વતીએ અંજલિ જોડીને વિજયસુંદરીને પ્રાર્થના કરી કે–વહેન! આપનો સમાગમ મને આજે અપૂર્વ ફળદાયક થયો. આપની સોનેરી શિખામણ મારા અંતરમાં બરાબર ઉતરી ગઈ છે. હવે આપને મારી એકજ નમ્ર વિનંતી છે કે-આપ દરેજ એક વખત મને હિતોપદેશ સંભળાવવા અહીં આવતા જજો. આપની સહાયતાથી મારે ઉદ્ધાર થશે. મને આપની એક નાની બહેન અથવા શિષ્યા કે દાસી સમાન સમજી લેજે.
સરસ્વતીના આ શબ્દથી ચંદનદાસ શેઠ અને ભદ્રા શેઠાણી અતિશય સંતેષ પામ્યા, અને વિજય સુંદરીને પોતાને ત્યાં હમેશાં આવવા માટે તેમણે પણ નમ્ર અરજ કરી એટલે કેઇપણ ધર્મ બહેનને મારાથી બનતી મદદ કરવી–એ મારી ફરજ છે.એમ કહીને વિજયસુંદરી વિદાય થઈ.
- ઘરે આવતાં તેની જમણી આંખ ફરકી અને પ્રવેશ કરતાં બારણમાં ઠેસ વાગી. આ ઉપરથી “કંઈક અણધાર્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org