________________
તારી એ ડરામણથી હું ડરૂં તેમ નથી. સતીએ પોતાના શીલની ખાતર પ્રાણ પણ કુરબાન કરે છે. અરે નીચી કુલીનકાંતા પાસે આવા હલકા સબ્દ બોલતા તારી જીભ કેમ કરવાની નથી ? જે તારે રાજા પણ કુલવધુઓનું રક્ષણ કરવાને બદલે તેમની લાજ લુંટવાને પિતાની સત્તાને ઉપગ કરતા હોય, તો તે પ્રજા પાલકના પદને લજવે છે, તે દુનીયાના દૈત્ય તરીકે અવતરેલી છે. વળી તેમાં સહાય કરનારા તારા જેવા અસુરને પણ ધિક્કાર છે. શાણી સતીઓને સતાવનાર, કુલીન રમણીઓને રીબાવનાર એવા રાજાને હજાર વાર ધિક્કાર છે. જા, પાપી, ચંડાલ ! હવે મારી સામે નજર કરતા નહિ. તારા કાળા મુખને કયાંક છુપાવી દે. અધમ ! નીચ!તારા પગલાંથી મારું આંગણું પણ અપવિત્ર થયું છે.'
પિતાના આ તિરસ્કાર વચનેથી દુષ્ટસિંહ દબાઈ ગયે. હવે તેને બોલવાનો અવકાશ જ ન રહ્યો. તે સુંદરી પોતાની જાળમાં સપડાય તેમ તો ન હતું, પણ પિતાનો આ હડહડતા અપમાનથી તેનું ભેજું ચસકી ગયું. “હવે તે એ અપમાનનું ગમે તે રીતે વેર લેવું”—એજ વાત તેના મનમાં રમી રહી. કંઈપણ બોલ્યા વિના તે એકદમ ત્યાંથી પલાયન કરી ગયે. તે પ્રચંડનિં. હની ખાનગી બેઠકમાં આવ્યું, પ્રચંડસિંહ આ વખતે ન હોવાથી તેને કંઈક વિચાર કરવાને અવકાશ મળી ગયે. પ્રચંડસિંહ આવ્યા તે પહેલાં તેણે એક યુક્તિ શોધી લીધી હતી.
કેમ, દુષ્ટસિંહ! કંઈ ફાવ્યા?' પ્રચંડસિહે આતુ રતાથી પુછયું.
બાપુ ! તે ઘણી હઠીલી છે. શાંતિથી સમજી જાય તેમ નથી. દુષ્ટસિ હે ટુંકમાં જણાવ્યું.
- “ત્યારે હવે બીજે કઈ રસ્તે લેવે પડશે?? પ્રચંડસિંહે પ્રશ્ન કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org