________________
(૫૮) કરતું તેનું મન-માછલું શાંત ન થયું. તે તે જાણે એ સુંદરના સૌદર્યામૃતનું અત્યારે જ પાન કરી લઉં-એમ અધીરૂં બનીને તલપી રહ્યું હતું. પણ અત્યારે તે પ્રચંડસિંહને બોલવાને અવકાશ જ ન રહ્યો. એટલે તે શરમાઈને રસ્તો માપી ગયો. - જો કે તેણુએ માર્મિક રીતે પ્રચંડસિંહને તિરસ્કારજ કર્યો, છતાં તે તે તેના અધરામૃતનું પાન કરવાને, ઉંચા નીચે થઈ રહ્યો હત—અરે! ગમે તેમ થાય, તે પણ એ સુંદરીને સેડમાં લીધા વિના મારું મન ઠરીને શાંત બેસી રહે તેમ નથી. મારી પાસે કયાં કાવાદાવાની ખોટ છે? એક રીતે ન ફાવ્યા તે બીજી રીતે ફસાવીશું. તેમ કરતાં પાછા પડ્યા તે ત્રીજી રીતે સતાવીશું. અરે ! નહિ તે છેવટે બલાત્કાર કરવા જતાં પણ મને કોણ પકડે તેમ છે? હું રાજાને માનીતે હજૂરી, એટલે મારી પાસે બધા બકરીના બચ્ચા જેવા! ઠીક છે, બચ્ચા નાજુક નાજની! તું પણ યાદ રાખજે કે આ પ્રચંડસિંહ તને પિતાને કે પ્રચંડ પ્રતાપ બતાવી સતાવે છે?”
બસ! કંઈક આ વિચારની ગરમી, કંઈક કોધની ગરમી અને કંઈક કામાગ્નિની ગરમીથી તે ક્ષણભર બેચેન થઈ ગયે. તરતજ સાવધાન થઈને તે એજ ઘટમાળ ફેરવવા લાગ્યા. પોતાના મને મંદિરમાં બિરાજેલ કામદેવને ભેગ ધરાવ્યા વિના તે કરીને ઠેકાણે બેસે તેમ ન હતું. એજ તેના તન-મનમાં તાલાવેલી લાગી રહી હતી. કારણ કે –
વન ધનસંપત્તિ,
प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय,
વિમુ વત્ર વતુBયમ” | અહો! યૌવન, ધનસંપત્તિ, ઠકુરાઈ અને અવિવેક–એમાંના એક એક પણ અનર્થ ઉપજાવે છે, તે જ્યાં ચારે હોય, ત્યાં શું પૂછવું?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org